Science, asked by aghamyasin, 4 months ago

ઉભયજીવી વિશે નોધ લખો.

Answers

Answered by Anonymous
1

Answer:

પૃથ્વીની સપાટી પર અનેક જાતના પ્રાણી જોવા મળે. તે જ રીતે સમુદ્રો અને જળાશયોમાં પણ જીવ સૃષ્ટિ છે. પ્રાણીઓના બે વર્ગ છે જળચર અને સ્થળચર.

જમીન પર વસનારા પ્રાણીઓ પાણીમાં જીવી શકે નહી તે જ રીતે માછલી જેવા જળચર જમીન પર જીવી શકે નહીં. પરંતુ ઉત્ક્રાંતિકાળમાં કેટલાક પ્રાણીઓના જીવન બે ભાગમાં વહેંચાયા હતા.

આ પ્રાણીઓનું બાળપણ પાણીમાં વીતે અને પુખ્ત બનતાં જ જમીન પર આવીને વસવા લાગે. પાણીમાં હોય ત્યારે જમીન પર આવી શકે નહીં અને સ્થળચર બન્યા પછી પાણીમાં જઈ શકે નહીં. આવા પ્રાણીઓને ઉભય જીવી કહે છે.

દેડકો એ ઉભયજીવી વર્ગનું જાણીતું જીવ છે. તે અર્ધુ જીવન ટેડપોલ તરીકે પાણીમાં વિતાવે છે. પુખ્ત બને એટલે પૂંછડી કપાઈ જાય અને જમીન પર વસવાની શક્તિ મેળવી લે.

આ પ્રક્રિયામાં શ્વસનતંત્રમાં મોટા ફેરફાર થાય છે. દેડકાં ઉપરાંત ટોડસ, સેલામાન્ડર અને ન્યૂટ્રી જેવા ૧૮૦૦ જેટલા ઉભયજીવી પ્રાણીઓ પૃથ્વી પર જોવા મળે છે.

Similar questions