તમારી સ્કુલ માં ઉજવાયેલ રમતોત્સવ પર આધાર એવા શબ્દોમાં અહેવાલ લેખન કરો
Answers
Answer:
મને લાગે છે આ જવાબ તમને મદદ કરશે
Answer:
Sunday, January 13, 2013
શાળા રમતોત્સવ -૨૦૧૨/૨૦૧૩
અહેવાલ લેખન
આજરોજ તા-૧૧/૧/૨૦૧૩ ના દિવસે શ્રી આર. એ.પટેલ ફિણાવ પ્રા .શાળા માં શાળા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .અને આ સ્પર્ધાનું સફર,સુંદર અને સારી રીતે સંચાલન શાળા ના શિક્ષક શ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ધોરણ-૧ થી ૮ ના બધા બાળકો એ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ્ભરે ભાગ લીધો હતો.આ રમતોત્સવ માં વિદ્યાર્થીની રસ,રુચીને ધ્યાન માં રાખીને સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવ માં સંગીત ખુરસી,લીંબુ ચમચી,કોથળા દોડ ,ડબ્બા ફોડ ,૧ મિનિટ બિસ્કીટ સ્પર્ધા ,૧ મિનીટ માં ફુગ્ગા ફૂલાડવા
ત્રીપગી દોડ.રસ્સાખેચ અને લોટ ફૂંકણી જેવી રોચક તેમજ રસપ્રદ રમતો નું આયોજન અત્રે થી કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ધોરણ-૧ થી ૮ ના ૪૦૦ જેટલા બાળકોએ આનંદ તેમજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સૌ પ્રથમ બાળકોની મરજી ને ધ્યાન માં રાખીને લોટ ફૂંકણી નું આયોજન કરવા માં આવ્યું.તેમાં બાળકોના
મોઢા લોટ વાળા થયા તે જોઇને બાળકોમાં હાસ્ય ની લહેરદોડી હતી.ત્યારબાદ કોથળા દોડ અને ત્રીપગી દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.કોથળા દોડ ની સૌ પ્રથમ શરૂઆત શાળા ના શિક્ષક શ્રી નિમેષ ભાઈ,રાજેશ ભાઈ અને ભુપેન્દ્ર ભાઈ દ્વારા કરવામાં આવી હતી.જેનાથી બાળકો માં ઉત્સાહની ના લહર દોડી હતી અને શિક્ષક શ્રીઓ ને કોથળા દોડતા જોઇને બાળકો પોતાની શરમ ,સંકોચ ને દુર કરીને ઉત્સાહ,ઉમંગથી ભાગ લીધો બાળકો અનેરા ઉત્સાહથી વાતાવરણ જાણે કે આનન્દમય બની ગયું હતું.અને આ સ્પર્ધાઓ જાણે બાળકો ના તન ,મન ને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતું હોય તેમ લાગતું હતું.બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. અને આનંદ થી શાળા નો રમતોત્સવ ઉજવવામાં આવ્યો.કોથળા દોડ બાદ ત્રીપગીદોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમત માં બાળકો એ પોતાના સહ અભ્યાસી મિત્રો ની સાથે જોડી બનાવી ને આ દોડ ની મજા માની હતી .અને આ રમત માં જે બે મિત્રો ની જોડી એકબીજા પર વિશ્વાસ રાખ્યો તે જોડી વિજેતા બને છે .ત્યરબાદ લીંબુ ચમચી રમત નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ -૧ થી ૮ ના બધાજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં બાળકોએ પોતાની એકાગ્રતા નું ઉદાહરણ પૂરું પડ્યું હતું.બાળકો પોતાના લીંબુ ને ચમચી માંથી ન પડવા દઈને વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો હતો આ રમત બાદ ૧ મિનીટ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧ મિનીટ સૌથી વધારે બિસ્કીટ ખાવાની હરીફાઈ રાખવામાં આવી હતી.આમાં ધોરણ પ્રમાણે સ્પર્ધા યોજવામાં આવી અને અંતે દરેક ધોરણ ના વિજેતા ની વચ્ચે હરીફાઈ દ્વારાવ શાળા નો વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં ધો-૮ નો વિદ્યાર્થી સ્મિત પટેલ કે જેને સૌથી વધારે ૮ બિસ્કીટ ખાઈને વિજેતા બનેલ છે.ત્યારબાદ ૧ મિનીટ માં સૌથી વધારે ફુગ્ગા ફુલાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં પણ દરેક વર્ગમાંથી વિજેતા બનેલા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી અને તેમાંથી ધો-૫ નો વિદ્યાર્થી રવી અને ધો-૮ નો વિદ્યાર્થી સરફરાજ વિજેતા બનેલ છે.ત્યારબાદ રસ્સા ખેંચ અને ડબ્બા ફોડ ની રમત રાખવામાં આવી હતી.
શાળા ના શિક્ષક શ્રીઓ એ બાળકોને સતત માર્ગદર્શન,સહકાર,અને પ્રોત્સાહન આપતા રહેતા હતા.અને બાળકો પણ ખુબ આનંદથી આ રમતો માં પોતાનો આત્મા પરોવી દેતા હતા.અંતમાં વિજેત્તા થયેલ ટીમ અને ખેલાડી ને શાળા ના શિક્ષક ગણ અને શાળા ના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું હતું.અને વિજેતા થયેલ ખીલાડીને પુરસ્કૃત ઇનામ આપવા માં આવ્યું હતું.અંતમાં સર્વે બાળકો ને શિક્ષકોએ આ સ્પર્ધાને પૂર્ણ કરી ત્યારબાદ બાળકોએ પોતાની કાલીગેલી ભાષા માં આ સ્પર્ધા માં થયેલ અનુભવોનું વર્ણન કર્યું હતું.અને આમ શાળા રમતોત્સવ ને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
Explanation:
THANKYOU