India Languages, asked by fyuriparekh018, 2 months ago

) નીચેમાંથી ગમે તે એક વિષય પર નિબંધ લખો.આશરે ૨૦૦ શબ્દોમાં (ગમે તે ક )
(૧) આદર્શ વિધાથી
(૨) હું ગુજરાતી ભારતવાસી
(૩) મારો પ્રિય તહેવાર દિવાળી​

Answers

Answered by ponprapanjanprabhu
0

Answer:

option c is the correct answer

Answered by gourangamudi299
0

૧) આદર્શ વિદ્યાર્થી

ઉત્તર:

"सा विद्या या विमुक्तये ।" (મુક્તિ અપાવે એ વિદ્યા.)

આદર્શ વિદ્યાર્થી એટલે વિદ્યાનો સર્વાંગી દ્રષ્ટિએ ઉપાસના કરનાર જિજ્ઞાસુ. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તલસ્પર્શી અભ્યાસ કરવાનો તેનામાં સ્વાભાવિક તલસાટ હોય, એ માટે એનામાં એકાગ્રતા અને સતર્કતા હોય !

‘આદર્શ વિદ્યાર્થી'ની કોઈ ચોક્કસ વ્યાખ્યા હોઈ ન શકે, છતાં જે વિદ્યાર્થીનું આચરણ ઉમદા અને અન્ય માટે અનુકરણીય હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકાય.

આદર્શ વિદ્યાર્થી પોતાના વિષયોના અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો હોવો જોઈએ, એ જરીકે આળસુ ન હોય, પ્રમાદ એને પોષાય નહિ. અભ્યાસક્રમનો જે મુદ્દો અઘરો લાગે તેમાં તે પોતાના ગુરુજનો પાસેથી યોગ્ય માર્ગદર્શન અચૂક મેળવે. દરેક પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવવું એ જ તેનું ધ્યેય હોય.

આદર્શ વિદ્યાર્થી એના અભ્યાસક્રમ સિવાયનાં ઇતર પુસ્તકો પણ વાંચતો હોય. પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોના નિયમિત વાંચનથી તેના જ્ઞાનમાં વધારો થતો જાય. ઇતિહાસ-ભૂગોળ-ખગોળ-વિજ્ઞાન જેવા વિષયોનું તો એને જ્ઞાન હોય જ પણ મહાપુરુષોનાં જીવનચરિત્રોથીય તે પરિચિત હોય. આદર્શ જીવન જીવવાની કેળવણી મળે એવાં પુસ્તકો જોઈ એ રાજીરાજી થઈ જાય !

આદર્શ વિદ્યાર્થી આરોગ્યની બાબતમાં બેદરકાર હોય જ નહિ. સવારે વહેલા ઊઠીને તે વ્યાયામ કરતો હોય. એ રમતગમતમાં પણ પૂરો રસ લેતો હોય. રમતના મેદાન પર એનો વ્યવહાર ખેલદિલી ભર્યો હોય. હારજીત એ તેને માટે ગૌણ બાબત હોય, વળી તે નાટક, વક્તૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા, ચિત્રકલા અને સંગીત જેવી ઇતરપ્રવૃત્તિઓમાં પણ ખૂબ રસ લેતો હોય. ઇતરપ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહેવું એ તેનું પ્રિય લક્ષ્ય હોય.

તે પોતાનો દૈનિક કાર્યક્રમ યોજનાપૂર્વક બનાવી, એને દ્રઢતાપૂર્વક વળગી રહે. એ રોજ નિયમિત અભ્યાસ કરે. સ્વાવલંબી હોવાની સાથે તે સત્યવક્તા, પ્રામાણિક, ઓછાબોલો, નિરભિમાની અને મિલનસાર હોય. વિનય અને પ્રસન્નતા તેનાં આભૂષણ હોય. એના અક્ષરો સુવાચ્ય જ નહિ, સુંદર, મરોડદાર અને સુધડ પણ હોય. તેને રોજનીશી લખવાની ટેવ હોય અને તેથી એ પોતાની ભૂલો જાણી શકે. એ ભૂલો ફરી ન થાય તેનું તે સદાય ધ્યાન રાખે. સત્યનિષ્ઠા તથા નીડરતાથી એ રોજનીશી લખતો હોય.

આદર્શ વિદ્યાર્થી કદી ખોટા ખર્ચા ન કરે કેમ કે તે કરકસરને બરાબર સમજતો હોય. રજાઓમાં તે નાનુંમોટું કામ કરી પોતાના ભણતરનો ખર્ચ કાઢી લેતો હોય. શ્રમનું કોઈ પણ કામ કરવામાં આદર્શ વિદ્યાર્થીને કદી નાનમ ન હોય. તેને સ્વચ્છતા અને સાદાઈ પ્રિય હોય. સાદું જીવન અને ઉચ્ચ વિચાર (Simple living and high thinking) એ જ તેનો મુદ્રાલેખ હોય. એ નિરક્ષર લોકોને અક્ષરજ્ઞાન આપે અને નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. માણસમાત્રને મદદરૂપ થવા એ સદા તત્પર રહેતો હોય. એને સારાં સિનેમા-નાટક-ટીવી સીરિયલ જ ગમે. એ સામાજિક દૂષણો દૂર કરવાની દરેક પ્રવૃત્તિમાં રસ લેતો હોય.

આદર્શ વિદ્યાર્થી કેવળ વિદ્યાપ્રેમી જ ન હોય પરંતુ પૂરો દેશપ્રેમી પણ હોય. રાજકારણ અને ભાંગફોડની પ્રવૃત્તિઓથી એ સો ગજ દૂર રહેતો હોય. આદર્શ વિદ્યાર્થી આદર્શ માનવ તો હોવો જ જોઈએ ને ? - એ વિના સમાજ અને દેશને તેના જ્ઞાનનો શો ખપ ?

ટૂંકમાં, આદર્શ વિદ્યાર્થી એટલે નાનાંમોટાં સૌને માટે અનુકરણીય વિદ્યાર્થી. જેને માટે તેનાં માતાપિતા જ નહિ, શાળા, સમાજ અને દેશ પણ ગૌરવ લઈ શકે.

Hope this answer would help you !

If you like my answer, then mark me as brainliest !

Similar questions