મુદ્દાઓના આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો :
દરબાર ભરાયો હતો – અકબરને દૂધથી ભરેલું તળાવ બનાવવાનો ચાર આવ્યો - તેણે ગામમાં ઢંઢેરો પિટાવ્યો કે ખાલી તળાવમાં સૌ કાજનોએ વહેલી સવારે એક-એક લોટો દૂધ રેડી જવું - બિરબલે કહ્યું કે તળાવ દૂધથી નહિ પણ પાણીથી ભરાઈ જશે - બીજે દિવસે તળાવ ખરેખર પાણીથી ભરાઈ ગયું હતું - અકબરને આશ્ચર્ય થયું – બોધ -
please answer me jo muje sahi jawab degha me usse mark as brainest karugha
Answers
Answer:
અકબર - બિરબલ પ્રામાણિકતાની કસોટી
એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ ” રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ . ” અકબર રાજા બોલ્યાઃ ” મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં ? તેમણે બિરબલને બોલાવીને કહ્યું ; ” બિરબલ રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ . ” બિરબલ કહેઃ ” ભલે હું કાલે વિચારીને કહીશ . ” બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ ” રાજાજી , એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે . આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે . ” રાજા કહેઃ ” આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે ? ” બિરબલ બોલ્યોઃ ” તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ . ” રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું . લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું ” રાજા , વાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે . ” દરેક માણસે વિચાર્યું ” બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જનાંખવના છે ને ? લાવને હું એક લોટો પાણી જ નાખું . ” અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે . સવારે બિરબલ કહે : ” ચાલો રાજાજી , તળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે . ” રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું !! બિરબલ કહેઃ‘જોયું ને રાજાજી , લોકો કેટલા પ્રામાણિક છે ? ” રાજા બોલ્યાઃ ” બિરબલ , તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય ? ” બિરબલ કહેઃ ” રાજાજી , દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે . ” રાત્રે અંધારામાં ખબર ના પડે . ” રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા . તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા
Explanation:
Hope it helps you