પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :
( 1 ) વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા ?
Answers
ઉત્તર: અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈ. સ. 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને એમણે સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી ‘પોલસન’ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી. ઈ. સ. 1950થી ડૉ. વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો.
ઉત્તર: અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદ્રષ્ટા હતા. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈ. સ. 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને એમણે સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી ‘પોલસન’ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ'ની શરૂઆત કરી. ઈ. સ. 1950થી ડૉ. વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો. ત્રિભુવનદાસ પટેલ સાથે પરિચય ગાઢ બનતાં વર્ગીસ તેમની નિઃસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી પ્રભાવિત થયા. ત્રિભુવનદાસના આ ગુણોને લીધે વર્ગીસ તેમને પોતાના ગુરુ માનતા હતા.
Hope this answer would help you !