Hindi, asked by kishor4123, 4 months ago

1. “સરદાર સરોવર ડેમ" નું ચિત્ર ચોટાડી તેના વિશે ૧૦ થી ૧૫ વાક્ય લખો,​

Answers

Answered by rishabhshah2609
1

Explanation:

આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટરની (આશરે ૪૪૫ ફુટ) સુચવવામાં આવી છે, જે નર્મદા બચાઓ આંદોલનને કારણે વિવાદમાં પડી હતી અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.હાલમાં જ ડેમની ઉંચાય ૧૩૮.૬૮ મી કરવામાં આવી છે.

આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લોનાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ લાભ મેળવે છે.

નર્મદા ખીણપ્રદેશની જળસંપત્તિનું સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન માટેનું આયોજન ૧૯૪૬નાં અરસામાં શરુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અન્વેષણમાં ભરૂચ સિંચાઈ યોજના સહીત સાત સિંચાઈ યોજનાઓ નક્કી કરવામાં આવી હતી અને અન્વેષણ માટે ભરૂચ (ગુજરાત), બારગી, તવા અને પુનાસા એમ ચાર યોજનાઓની અગ્રતા આપવામાં આવી હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક ૧૬૧ ફૂટ (૪૯.૮૦ મીટર) પૂર્ણ જળાશય સપાટી (એફઆરએલ) ધરાવતા બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી અને યોજનાનો શીલાન્યાસ સ્વ. પંડિત જવાહરલાલ નહેરુનાં હસ્તે એપ્રિલ ૫, ૧૯૬૧નાં રોજ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ, સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી વધુ વિગતવાર આધુનિક નકશા પ્રાપ્ત થતાં,પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે બંધની ઊંચાઈ વધારવાની શક્યતા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત અને મધ્ય પ્રદેશની સરકારો વચ્ચે નર્મદા જળના હિસ્સા અંગેના વિવાદનો ઉકેલ લાવવા, ભારત સરકારે ૧૯૬૪મા સ્વ. ડો. ખોસલાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી, જેણે વર્ષ ૧૯૬૫મા પૂર્ણ જળાશય સપાટી ૫૦૦ ફૂટ (૧૫૨.૪૪ મીટર) સાથે વધુ ઊંચો બંધ બાંધવા ભલામણ કરી. જો કે મધ્ય પ્રદેશ સરકાર ખોસલા સમિતિ ના અહેવાલ મુજબ નર્મદા જળ વિકાસ માટે સંમત ન થઈ અને તેથી ભારત સરકારે નદી જળવિવાદ કાયદો, ૧૯૫૬ અંતર્ગત ઓક્ટોબર ૧૯૬૯માં નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના કરી. એનડબ્લ્યુડીટીએ ડિસેમ્બર, ૧૯૭૯માં તેનો આખરી ચુકાદો આપ્યો.

Similar questions