(1) પતંજલી યોગસૂત્રની રચના કોણે કરી? આ ગ્રંથનું વિસ્તૃત વર્ણન કરો.
Answers
Answer:
રચનાકાર અને રચનાકાળ ફેરફાર કરો
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને મૂરેના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર પતંજલિ છે અને રચનાકાળ ઈ.સ. પૂર્વે બીજી સદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત પતંજલિ એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી, પણ તે બીજી કે ત્રીજી સદીમાં શરૂ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથોનું સંકલન માત્ર છે.
ગ્રંથનું સંગઠન ફેરફાર કરો
યોગસૂત્રમાં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદોમાં વહેંચાયેલા છે.
સમાધિપદ(૫૧ સૂત્રો)
સાધનાપદ(૫૫ સૂત્રો)
વિભૂતિપદ(૫૬ સૂત્રો)
કૈવલ્યપદ(૩૪ સૂત્રો)
અષ્ટાંગ યોગ - યોગના આઠ અંગો ફેરફાર કરો
અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથિયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ એક સાથે કરવામાં આવે છે. યોગના આઠ અંગો આ પ્રમાણે છે: જેમાંથી પહેલા પાંચની સાધનાને બહિરંગી કહેવામાં આવે છે.
યમ: પાંચ સામાજિક નૈતિકતા
અહિંસા
સત્ય
અસ્તેય
બ્રહ્મચર્ય
અપરિગ્રહ
નિયમ:પાંચ વ્યક્તિગત નૈતિકતા
શૌચ
સંતોષ
તપ
સ્વાધ્યાય
ઈશ્વરપ્રણિધાન
આસન
પ્રાણાયામ
પ્રત્યાહાર
છેલ્લા ત્રણ અંગોની સાધનાને અંતરંગી કહેવાય છે.
ધારણા
ધ્યાન
સમાધિ