13. મારો યાદગાર પ્રવાસ
Answers
Explanation:
*મારો યાદગાર પ્રવાસ*
વિદ્યાર્થી જીવન મા પ્રવાસ નું ઘણુ મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણા માં સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણુ કામ જાતે કરતા શીખિએ છીએ . ઘણા સ્થળોની સુંદરતાને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણ ને નવું નવું જોવા અને જાણવા મળે છે . પ્રવાસ નો મતલબ ફરવાનો જ નથી ,પરંતું તેં સ્થળની વિશેષ જાણકારી મેળવવાનો ,પ્રકૃતિની સૌંંદયઁતાને નીહાળવાનો છે.
અમારી શ્રી અક્ષર દીપ પ્રાથમિક શાળા માંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે.આ વખતે અમારી શાળા દ્રારા દ્વારકા નો પ્રવાસ યોજવામાં આવયો. એ પ્રવાસ નાં રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી નથી.પાંચ-છ શિક્ષકો સાથે અમે વિદ્યાર્થિઓ બસ દ્રારા દ્વારકાના પ્રવાસ માટે નિકળ્યા. શિક્ષકો સાથે અમારાં સર પણ આવ્યાં હતાં. તેને અમને પ્રવાસ વિશે જાણકારી આપી. અમે બધાં પાંચ-છ વાગ્યે સ્કૂલે પહોંચ્યા અને બસમાં બેસી પ્રવાસ માટે નિકળ્યા.
અમે બસમાં ખૂબજ મજા કરી, ગીતો ગાયા અને મે અને મારી સહેલી (મિત્ર) એ રસ્તાઓમાં આવતાં મંદિરો, મસ્જિદો નું સુંદર દ્રશ્ય નિહાળ્યુ. અમે રાતના બસમાં સૂઈ ગયા અને વહેલી સવારે અમે ધર્મશાળામાં પહોંચ્યા અને ત્યાં પણ સૂઈ ગયા. વહેલાં ઉઠ્યા અને નાહી-ધોઈને અમે દ્વારકા જવા માટે નિકળ્યા. દ્વારકા જઇ અમે ભગવાન શ્રી-કૃષ્ણ નાં દર્શન કર્યા. પ્રસાદ લીધો અને બેટદ્વારકા માટે નિકળ્યા. અમે નૌકાવિહાર કર્યો. દરિયો જોવાની અમને ખૂબજ મજા પડી. અમે પછી મંદિરે પહોંચ્યા. દર્શન કર્યા અને પ્રસાદ લીધો અને ત્યાંથી નિકળ્યા. ત્યાં અમે ઊંટ પર પણ બેઠા. અને ત્યાં અમે ખૂબજ મજા કરી પાછા અમે નૌકા મા બેઠા અને દ્વારકા પહોંચ્યા. ત્યાં અમે ગોમતી નદી જોઇ. ગોમતી નદી માં ખૂબજ સરસ અને ચોખ્ખુ પાણી હતુ. અમે ત્યાં ફોટા પાડ્યા. પછી અમે બસમાં બેઠા અને ચોપાટી જવા માટે નિકળ્યા.