) ( 2 ) મુદા : એક ખેડૂત – ચાર દીકરા – ચારે દીકરા આળસુ,
ખેડૂતને ચિંતા – ખેડૂતની માંદગી – ચારે દીકરાઓને બોલાવવા
- ‘ખેતરમાં રૂપિયા ભરેલા ચર છે' એમ કહેવું – અવસાન – દીકરાઓએ
ખેતર ખોદી કાઢવું - રૂપિયા ન મળવા – બી વાવવાં – રાપરો પાક
થવો — શિખામણ .
Answers
Answer:
Explanation:
સરમણપુર નામનું એક નાનું ગામ હતું. ગામમાં અમથાભાઈ રહેતા. અમથાભાઈ ખેડૂત હતા. એમના ચાર દીકરા હતા. ચારેય દીકરા આળસુ હતા. અમથાભાઈ મહેનત કરવા ખુબ સમજાવે, પરંતુ દીકરા માને જ નહીં! ખેતી કરવામાં એમને થાક લાગી જતો હતો. મારા પછી મારા દીકરાઓનું શું થશે? આ ચિંતા અમથાભાઈને પજવતી રહેતી હતી.
એમ કરતાં અમથાભાઈ ઘરડા થયા. છતાં દીકરા તો ખેતી કરવા આવે જ નહીં. બસ, બધા ખાય-પીએ અને કસરત કરી શરીર મજબુત બનાવે! એક દીવસ અમથાભાઈ માંદા પડયા. વૈદરાજે ખુબ દવાઓ આપી. દીકરાની ચિંતા અમથાભાઈનું કાળજું કોરી ખાતી હતી. એટલે એ સારા થતા જ નહોતા. એમ કરતાં એમનો આખરી સમય આવી ગયો. એમને અચાનક એક વિચાર આવ્યો અને એ મલકાવા લાગ્યા.
એમણે ચારેય દીકરાને બોલાવ્યા. પોતાની પાસે બેસાડયા અને કહે, દીકરાઓ, લાગે છે હું હવે નહીં બચું. મરતાં પહેલાં મારે એક વાત તમને કહેવી છે. તમારા માટે મેં ખુબ રૃપિયા ભેગા કર્યા છે. એ રૃપિયા ખેતરમાં દાટી દીધા છે. પણ હવે મને યાદ નથી આવતું કે એ ક્યાં દાટયા હતા. મારી ઈચ્છા છે કે મારા મરતાં પહેલાં તમે રૃપિયા ખોદી લાવો. એટલે મરતાં પહેલાં તમને ચારેયને ભાગ પાડી આપું. ચારેય દીકરા તો લાગ્યા ખેતર ખોદવા. એક દીકરો આ બાજુ ખોદે અને બીવ્જો બીજી બાજુ ખોદે. ત્રીજો ત્રીજી બાજુ ખોદે અને ચોથો દીકરો ચોથી બાજુ ખોદે. આખો દિવસ મહેનત કરે અને રાત પડતાં થાકીને સૂઈ જાય. બે-ત્રણ દિવસમાં તો આખું ખેતર ખોદાઈ ગયું. પેલા રૃપિયા ક્યાંયથી નીકળ્યા નહીં.
ચારેય બાપા પાસે આવી ને કહે, બાપા તમે ખરેખર પૈસા દાટયા હતા? અમે તો આખું ખેતર ખોદી નાંખ્યું. ક્યાંયથી કાણો પૈસો પણ ન નીકળ્યો! અમથાભાઈ કહે, કદાચ મારી ભૂલ થતી હશે. યાદ કરી જોઉં બીજે ક્યાંક તો નથી દાટયા. પણ એક કામ કરો. ખેતર તો તમે ખોદી કાઢયું છે, એમાં ઘઉં વાવી દો. એટલે થોડા વખતમાં ઘઉંના છોડ ઊગે. ઘઉં પાકે તો એ વેચી દેજો. એમાંથીય ખૂબ પૈસા મળશે. દીકરાઓએ ઘઉં વાવી દીધા. પછી બાપા પાસે આવ્યા. હવે, બાપા યાદ આવ્યું? પૈસા ક્યાં દાટયા છે? અમથાભાઈ કહે, યાદ નથી આવતું. પણ યાદ કરૃં છું. થોડા દિવસ શાંતિથી વિચારીશ તો યાદ આવી જશે. એમ કરતાં ચાર મહિના વીતી ગયા. ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો. દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢયું હતું એટલે ઘઉં ભરપુર પાક્યા. અમથાભાઈએ દીકરાઓને બોલાવ્યા. કહે, પૈસા ક્યાં દાટયા એ હજી યાદ કરૃં છું. પણ આપણા ખેતરમાં ઘઉં તૈયાર થઈ ગયા છે. કાપી લો તો વેચીને ખાસ્સા પૈસા મળે.
દીકરાઓએ ઘઉં કાપી લીધા. ઝૂડીને ઉપણીને ઘઉં તૈયાર કર્યા. અમથાભાઈએ કહ્યું કે થોડા આપણે ખાવા માટે રાખો. બાકીના વેચી દો. દીકરાઓએ ઘઉં બજારમાં વેચ્યા. એના ખુબ પૈસા મળ્યા. પૈસા લઈ દીકરા ઘેર આવ્યા તો અમથાભાઈ કહે. દીકરાઓ, હવે તમને ખબર પડી ગઈ ને કે ખેતરમાં કેટલા બધા પૈસા દાટયા છે. દર વખતે મહેનત કરી ખોદશો અને વાવશો તો પૈસા મળતા જ રહેશે. દીકરાઓ કહે, પણ બાપા પેલા ખજાનાનં તમે કહેતા હતા. એનું શું? અમથાભાઈ કહે, દીકરાઓ હું આ જ ખજાનાની વાત કરતો હતો.તમને ખેતી કરવાનું કહેતો હતો તો તમે માનતા નહોતા. ખજાનાની લાલચે ખેતર ખોદ્યું તો જુઓ કેવો ખજાનો મળ્યો! દીકરા કહે, હવે અમે સમજી ગયા બાપા. હવે અમે દર વખતે ખેતર ખોદીને ખેતી કરીને ખજાનો કાઢતા જઈશું.
*️⃣ખેડુત ના ચાર દીકરા*️⃣
✳️સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રહ્મા તાલુકાનું એક સુંદર ચિત્રોડી ગામ હતું.તે ગામમાં બધા ખેતી કરીને સારું જીવન જીવતા હતા.આ ગામમાં એક ખેડૂત અને તેના ચાર દીકરા ની વાત છે.ખેડૂત આ ગામ નો મુખી (મુખ્ય- વ્યક્તિ) હતો.ખેડૂતને સારી એવી જમીન અને કૂવો પણ હતો તે ખેતીમાંથી સારી એવી આવક પણ આવતી હતી.ખેડૂતે તેના બધા દીકરાઓને લગ્ન કરાવ્યા અને દરેક ને જે ભાગે આવતી જમીન પણ વહેંચી આપી ખેડૂતને કોઈ દીકરા પાસેથી પૈસા માંગવાની ટેવ નહોતી તેથી તે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તો હું ખેતી કરીને પૈસા કમાઉ એમ વિચારી તે ખેડૂત એક નાનું ખેતર વાવીને જીવન જીવતો હતો.
✳️ખેડૂતના બધા દીકરાઓ અને તેમના બાળકો હળીમળીને રહેતા તેમજ ખેતરમાં સારી એવી મહેનત કરીને સારું જીવન જીવતા હતા. ચારે દીકરાઓ ખેતી કામ સિવાય બીજું પણ કામ કરતાં હતા॰ગામ થી સાત-આઠ કિ.મી આવેલું ખેડબ્રહ્મામાં સારો વ્યવસાય પણ કરતાં હતા.
✳️જીવનમાં ‘કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે, પણ સૌ આ ધરતી ઉપર મનુષ્યનો અવતાર લઈને આવ્યા છીએ તો આ પંથમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરીને જીવન સારું જીવી મનુષ્યનો અવતાર એળે ન જવા દઈશું.જેમ ઉપર ની કડીમાં જણાવેલ મુજબ જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પડતી હોય છે કોઈ ને કોઈ સ્વરૂપે તેમ અહિયાં પણ આ ખેડૂતના કુટુંબમાં દિવસે-દિવસે કોઈ ને કોઈ કારણોસર એક બીજા સાથેનો વ્યવહાર બગડતો જતો હતો અને આ બધુ ખેડૂતને દિવસે ને દિવસે નજરે જોવા મળતું હતું.દરેક દીકરાઓને ઠપકો પણ આપતા હતા પણ હવે કોઈ દીકરાઓ તેનું સાંભળતા પણ ન હતા.
✳️ખેડૂત હવે રોજ બનતી આવી ઘટનાઓથી તે ઘરે ઓછું રહેતો અને ખેતરે જઈ ખેતરમાં વાવેલા પાક ને પાણી પાતો અને ખાવાના સમયે આવતો તો ક્યારેક ભોજન કર્યા વગર પણ ખેતરે જ પડી રહેતો હતો,આથી ખેડુતને તાવ આવવાના કારણે દિવસે દિવસે તબીયાત બગાડવા લાગી પણ તે કોઈ દીકરાને જઈને (કોઈ કારણોસર) કહી શકતો નહીં.
✳️ખેડુત ચારે દીકરાઓ વચ્ચે ચાલતી કેટલીક બાબતોથી થતાં ઝગડાઓની બાબતો ને લઈને તે ચિંતામાં જ રહેતો હતો અને ખેતરે વધુ સમય વિતાવતો હતો આમ ખેડૂતની તબીયાત વધારે બગાડવા લાગી અને હવે તે લકવાની બીમારીનો શિકાર બન્યો અને હવે ઘરમાં ખાટલામાં સુવું પડ્યું છે.જે ખેડુત ખેતરમાં ખેતી કરવા પ્રત્યેનો લગાવ હોય તે આમ દિવસ –રાત ખાટલામાં સૂતા રહેવું તે ખેડુતને કેમ ગમે ખેડુત ને સેવા પણ થાય છે પરતું આવા દિવસોમાં પણ કોઈ કારણોસર ખાટલામાં પડેલા ખેડૂતને તેના ચારે દીકરાઓ વચ્ચેના ઝગડાઓ સાંભળવા મળતા હોય છે.
✳️ખેડૂતને હવે જીવવાની આશા તો નથી રહી પણ તે ચારે દીકરાઓને ભેગા કરવા માટે તેનાથી બનતો પ્રયત્નો કરે છે.ખેડૂતને એક સરસ વિચાર આવ્યો અને તેના ચારે દીકરાઓને બોલાવ્યા અને ચારે દીકરાઓ આવ્યા એટલે ખેડૂતે ચારે દીકરાઓને કહ્યું કે હવે તમે એક-એક લાકડી લઈ આવો ચારે દીકરાઓ લાકડીઓ લઈ આવ્યા અને તે લાકડીઓને ભેગી કરી એક ભારી બનાવવા ખેડૂતે કહ્યું તેમ ભારી પણ બનાવી અને ચારે દીકરાઓ મુંજવણમાં પડી ગયા.ખેડૂતે કહ્યું આ ભારીને તમે તમારા હાથથી તોડી બતાઓ ચારે દીકરાઓએ વારાફરથી ભારીને તોડવાનો ખુબજ પ્રયત્નો કર્યા પણ કોઈ તોડી શક્યું નહીં અને હવે ભારીને છોડીને એક-એક લાકડી લઈ લ્યો અને હવે તોડો ચારે દીકરાઓએ સરળતાથી લાકડીને તોડી શક્યા તેથી ખેડુત દીકરાઓની સામે જોઈ કહ્યું-હવે તમને સમજણ પડી? ચારે દીકરાઓએ ના નથી પડી તેથી ખેડુત સમજાવતા કહ્યું-તમે એક લાકડીને સરળતાથી તોડી નાખી અને ભારી બાંધેલી લાકડીને તોડી ન શક્યા?તમે પણ જો છુટા પડી જશો તો એક લાકડીની જેમ તમને કોઈ પણ સરળતાથી તોડી શકશે અને જો તમે એક થઈને રહેશો તો દુનિયાની કોઈ તાકાત તમને તોડી શકશે નહીં.