Chinese, asked by meetmayani46, 6 months ago

પાઠ 3
(1) સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધાં? ગુજરાતી​

Answers

Answered by Anonymous
62

Answer:

(3) મોચીએ કહયું, " હું તમાકુ પીતો નથી, મહારાજ."   [ √ ]

(4)મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો.   [ √ ]

પ્રશ્ન-6. વાક્યોને વાર્તા ના ક્રમમાં ગોઠવો.

 (1) "બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું." 

(2)" સીવી દો તો શું લો?"

(3)"એક મુઠી ચણા તો મારી પાસે છે."

(4)" મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ!"

=> (1)" સીવી દો તો શું લો?"

(2)" મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ!"

(3) "બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું."

(4)"એક મુઠી ચણા તો મારી પાસે છે."

પ્રશ્ન-7. પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધો અને લખો.

(1) ઈચ્છા

(2)અચ્છા

(3)વિશ્વાસ

(4)ઈશ્વર

(5)સિકકો

(6) પિત્તળ

પ્રશ્ન-8. જોડાક્ષરો વાળા શબ્દો પરથી વાકયો બનાવી લખો.

(1) આપની ઈચ્છા હોય તો પગરખાં બનાવું.

(2) અચ્છા બનાવો, સારાં બનાવશો ને?

(3) મારાં પર વિશ્વાસ રાખો.

(4) ઈશ્વર સૌનું ભલું કરશે.

(5)મહેનત કરો તો સોનાનાં સિક્કા પણ મળે.

(6)મફત તો પિત્તળ નો સિક્કો પણ ન મળે.

પ્રશ્ન-9. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

(1) પગ

ચરણ

(2) નવાઈ 

આશ્ચર્ય

(3) કિંમત 

મૂલ્ય

(4) ઓજાર

 હથિયાર

(5) દુનિયા 

જગત

(6) આનંદ   

મોજ

(7) શ્રમ 

મહેનત

(8) ઈચ્છા 

મનોરથ

(9) વાયદો 

મુદત

(10) હાથ 

 કર

(11) જીવન 

જિંદગી

(12) ફિકર 

ચિંતા

(13) સાધુ

ઋષિ 

(14)સોનુ   

કંચન

(15) ઈશ્વર

પરમાત્મા

પ્રશ્ન-10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો:

(1) પ્રામાણિક

 અપ્રામાણિક 

(2)જૂઠું

 સાચું 

(3)વિશ્વાસ 

 અવિશ્વાસ 

(4)ફિકર

 બેફિકર

(5)વેચવું 

ખરીદવું

(6) સદુપયોગ

 દુરુપયોગ

(7) ઇચ્છા

અનિચ્છા

(8) સુખ 

દુઃખ

(9) ખોટું

 સાચું

(10)પ્રશંસા

નિંદા

(11) સંતોષ

અસંતોષ 

(12)આનંદ

શોક

પ્રશ્ન-11. નીચેના શબ્દોની જોડણી સુધારો.

(1)પ્રમાણિક

પ્રામાણિક

(2) સંતોશી

 સંતોષી

(3) બીલફૂલ

 બિલકુલ

(4)દુનીયા

 દુનિયા

(5)પરચુરણ

પરચૂરણ

(6) તમાંકૂ

 તમાકુ

(7) પારસમણી

 પારસમણિ

(8) ઇશ્વર

 ઈશ્વર 

(9) ભીક્ષા

 ભિક્ષા

(10) સિખામણ

 શિખામણ

(11) પિતળ

 પિત્તળ

(12) ગુરૂ

 ગુરુ

પ્રશ્ન-12. નીચેનાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો:

(1) પગનું રક્ષણ કરનાર - પગરખાં

(2) સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણિ - પારસમણિ

(4) ઘરે ઘરે ફરી ને ભિક્ષા માંગવી - માધુ કરી 

(5)પોતાનાં બાવડાંના બળથી પોતાનું ભાવિ ઘડનાર -આપકર્મી

પ્રશ્ન-13. નીચેના શબ્દો ને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો:

(1) મહારાજ, ઓજાર, સાધુ ,મોચી ,પગરખાં, પૈસા 

=> ઓજાર, પગરખાં, પૈસા, મહારાજ ,મોચી, સાધુ

(2) નવાઈ ,રૂપિયો, વાયદો , બેફિકર, દુનિયા 

=> રૂપિયો ,દુનિયા, નવાઈ ,બેફિકર વાયદો

પ્રશ્ન-14. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો:

(1) પગ ઉપાડવો - ઝડપથી ચાલવું

 વાક્ય- શાળાએ મોડું થતાં વિદ્યાર્થીએ પગ ઉપાડ્યા.

(2)બાવડાના બળથી - જાત મહેનતથી 

વાક્ય- આપણે આપણું ગૃહકાર્ય બાવડાના બળથી કરવુંજોઈએ.

(3) જીવ બાળવો - દુઃખ થવું 

વાક્ય-મહેમાન જમ્યા વિના ગયા તેથી મા નો જીવ બળ્યો.

(4) બેઠાં બેઠાંખાવું -  મહેનત કર્યા વગર ખાવું 

વાક્ય-બેઠાં બેઠાં ખાય એવો આળસુ દીકરો મા-બાપને ગમતો નથી.

(5) નિસાસો ખાવો - પસ્તાવો કરવો

વાક્ય-  મેં આગામી પરીક્ષામાં વાંચ્યું નહોતું આથી મેં નિસાસો ખાધો.

(6) પેટનો ખાડો પૂરવો - રોજીરોટી મેળવવી 

વાક્ય- ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે.

(7)ખૂણામાં નાખવું - બેદરકારીથી બાજુમાં મૂકવું

વાક્ય- તારકે  શાળાએથી આવતાની સાથે જ દફતર ખૂણામાં નાખ્યું.

(8) કિંમત કરવી-  કદર કરવી, પરીક્ષા કરવી 

વાક્ય- પ્રશ્નો પૂછીને શિક્ષકે વિદ્યાર્થી ની કિંમત કરી લીધી.

(9) પારખતાં ન આવડવું - સારી રીતે ઓળખી ન શકવું 

વાક્ય- મિત્રોને પારખતાં ન આવડે તો નુકસાન થાય છે.

(10)કશી ગમ ન હોવી -કંઈ જ સમજણ ન હોવી

વાક્ય-  મૂર્ખ લોકો ને કશી ગમ હોતી નથી.

(11)ઢીલ કરવી - મોડું કરવું 

વાક્ય- કાલે શાળાએ જવા માટે મે ઢીલ કરી હતી .

(12)હરામનો પૈસો ન ખપવો -  મહેનત વગર નો પૈસો ન રહેવો 

વાક્ય- મોચી ભગત ને હરામનો પૈસો ન ખપે એમ જવાબ આપ્યો.

પ્રશ્ન -15. નીચેના વાક્યમાં યોગ્ય સ્થાને વિરામચિહ્નો મૂકો:

(1) કાશી નગરી માં એક મોચી રહેતો હતો

=> કાશી નગરી માં એક મોચી રહેતો હતો.

(2)બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું

=> "બેફિકર રહો મહારાજ,વાયદો નહીં ચૂકું."

(3)કેમ મૂંગા થઈ ગયા 

=> "કેમ મૂંગા થઈ ગયા?"

(4)આવું મફતનું સોનું શું કરવું છે 

=> આવું મફતનું સોનું શું કરવું છે?

(5)જોયું તો ઓજાર બધા સોનાનાં 

=> જોયું તો ઓજાર બધાં સોનાનાં !

(6) તું તો બહાદુર સસલી જોઈને ભાગ્યો 

=> તું તો બહાદુર સસલી જોઈને ભાગ્યો.

(7) આપ ખરા સાધુ

=>' આપ ખરા સાધુ !'

(8) વાહ કેટલો સરસ બગીચો

=>  વાહ,કેટલો સરસ બગીચો !

(9) તમે કેમ જાઓ છો 

=> તમે કેમ જાઓ છો ?

(10) આજથી તમે મારા ગુરુ 

=> આજથી તમે મારા ગુરુ !

(11) સીવી દો તો શું લો 

=> "સીવી દો તો શું લો ?"

(12) એક મુઠી ચણા તો મારી પાસે છે 

=> "એક મુઠી ચણા તો મારી પાસે છે."

(13) મારી પાસે સીવેલાં તૈયાર નથી મહારાજ 

=> "મારી પાસે સીવેલા તૈયાર નથી ,મહારાજ !"

Tags

std 5STD 5 GUJARATI

Similar questions