Science, asked by ak2363474, 5 months ago

36. એક શિલ્પી - મૃત્યુની આગાહી - પોતાના જેવા છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન
- મૂંઝવણ - યુક્તિ - “હા, એક જ ભૂલ કરી છે? – એમ બોલવું – શિલ્પીનો પ્રશ્ન, કઈ ભૂલ?'
‘બસ આ જ ભૂલ’ – શિલ્પી પકડાઈ જવો.​

Answers

Answered by aayana1810
6

mark me as a brilliant

like and comment me how is the answer

Attachments:
Answered by brainiest20
5

Answer:

મુદ્દા : એક શિલ્પી – મૃત્યુની આગાહી – પોતાના જ જેવ છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન – મૂંઝવણ – યુક્તિ, ‘હા, ભૂલ મળી ગઈ’ એમ બોલવું – શિલ્પીનો પ્રશ્ન, ‘કઈ ભૂલ?’ – ‘બસ, આજ ભૂલ.’ – શિલ્પી પકડાઈ જવો – બોધ.

ઉત્તર :

એક ભૂલ

એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો.

એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા. તે જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતાં જ આગાહી કરી કે આવતા માસની અમાસ પછી તમે આ દુનિયામાં નહિ હો.

શિલ્પી આગાહી સાંભળી ગભરાઈ ગયો. એવામાં વિચાર કરતાં તેને એક ઉપાય જડી આવ્યો. તેણે પોતાના શરીર જેવાં જ બીજાં છ પૂતળાં બનાવ્યાં. આ પૂતળાં વચ્ચે એ ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવાં અદ્ભુત એ પૂતળાં હતાં.

શિલ્પી મનોમન મલકાવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડશે.

અમાસનો દિવસ આવ્યો. તેણે એક ઓરડામાં છ પૂતળાં સૂતાં હોય તેમ ગોઠવ્યાં. આ પૂતળાંની વચ્ચે તે પોતે સૂઈ ગયો.

સમય થયો. યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં એકને બદલે સાત શિલ્પી જોતાં વિચારમાં પડી ગયા. સાચા શિલ્પીને તેઓ ઓળખી શક્યા નહિ.

એક યમદૂત વિચાર કરીને બોલ્યો, ‘શિલ્પીએ બનાવેલાં પૂતળા ખરેખર અદ્ભુત છે. પણ, શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે.' ‘‘કઈ ભૂલ?’’ શિલ્પીથી તરત જ બોલી જવાયું.

‘‘બસ, આ જ ભૂલ.’’ યમદૂતે કહ્યું. જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું. યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા.

બોધ : મૃત્યુ ટાળી શકાતું નથી. ન બોલ્યામાં નવ ગુણ.

THANK YOU :)

Similar questions