Hindi, asked by ani4313, 2 months ago

5) કામિની કોકિલા ક્લી કૂજન કરે. - અલંકાર ઓળખાવો.
(અ) ઉપમા ( બ) વર્ણાનુપ્રાસ ( ક ) પ્રાસસાંકળી.​

Answers

Answered by ayushyadav2515
0

Answer:

જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય છે તેને અલંકાર કહેવામાં આવે છે .

અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે . અ) શબ્દાલંકાર અને ( બ ) અર્થાલંકાર

શબ્દાલંકારના પ્રકારો :

(1)વર્ણાનુપ્રાસ અલંકાર : જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે . જેમ કે : – કામિની કોકિલા કેલિ કુંજન કરે , – સાગરે ભાસતી ભવ્ય ભરતી – પંડની પેટીમાં પારસ છે પડયો .

( 2 ) શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર : જ્યારે પંકિત કે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો ઓવેલો હોય ત્યાર શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર બને છે . જેમ કે : – હું અલબેલી વીણું વનવનની વેલી ને થાઉં ઘેલી ઘેલી . – ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે . – સુલતાનના મોકલ્યા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા .

(3) અંત્યાનુપ્રાસ અલંકાર : જ્યારે બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર થાય છે . જેમકે : – ગાનારને મળતું કવન ઊડવું જ છે તેને મળી રે ’ શે ગગન . ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઇએ , થાય અમારાં કામે .

(4) આંતરપ્રાસ / પ્રાસ સાંકળી અલંકાર : આંતરપ્રાસ અલંકારમાં પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસરચના હોય છે . – પ્રેમ પદારથ અમે પામીએ , વામીએ જન્મમરણ જંજાળ – મહેતાજી નિશાએ આવ્યા , લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ

Similar questions