ans this in Gujarati
Answers
ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ! ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા કમ્પ્યૂટર પર સંશોધનનોનો ઉપયોગ વહેંચવાનું તથા વાણિજ્યિક હેતુ માટે અને મનોરંજનાત્મક હેતુઓ માટે એમ બહુહેતુક રીતે ઉપયોગમાં આવતું માધ્યમ છે. એની "FTP" મિતાક્ષરી નામે ઓળખાતી "ફાઈલ ટ્રાંસફર પ્રોટોકોલ" દૂરસ્થિત અન્ય કંપ્યૂટરમાં ફાઈલની આપ-લે કરવા દે છે. એનું "સર્ચ એંજિન" નામનું સાધન, પોતાના બ્રાઉજરમાં આપણી જરૂરિયાત અનુસારનો પ્રશ્ન ટાઈપ કરી, તેનો જવાબ શોધી આપે છે. એની WWW નામે ઓળખાતી World wide web એ એક એવી સેવા છે જે વેબ સર્વર ( web server) તરીકે ઓળખાય છે. "વેબ" એટલે કરોળિયાનું જાળું; તેથી આ વિશ્વવ્યાપી એક એવું જાળું છે કે જેના દ્વારા વિશ્વના અનેક કપ્યૂટર સાથે સંપર્ક સાધી શકાય છે અને તેથી તેને WWW કહેવામાં આવે છે.