Social Sciences, asked by bhavnanarola, 1 year ago

dikri vhal no driyo nibndh​

Answers

Answered by roma33
1

Answer:

એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતો આથી તેણે પૃથ્વી પર માતાનું સર્જન કર્યું. અને એટલે જ કહેવાય છે કે "મા તે મા અને બીજા બધા વગડાના વા". મા એ તેના સંતાનને હંમેશા કંઇક આપવું હોય છે પછી તે સંસ્કારની વાત હોય કે પછી ખોરાકની.

મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે. -મોરારિ બાપુ

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી પિતાનું સ્વરૂપ છે . પુત્ર એ બાપનો હાથ છે , પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.’

-મોરારિ બાપુ

Attachments:
Similar questions