Hindi, asked by suhaan91, 7 months ago

essay Mathama Gandhi in Gujrati​

Answers

Answered by hanshu54
3

Answer:

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

મહાત્મા ગાંધીમાતાપુતળીબાઈ કરમચંદ ગાંધીપિતાકરમચંદ ઉત્તમચંદ ગાંધીજન્મમોહનદાસ ગાંધી 

૨ ઓક્ટોબર ૧૮૬૯ 

પોરબંદર મૃત્યુ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ 

ગાંધી સ્મૃતિ (Dominion of India), નવી દિલ્હી અભ્યાસનું સ્થળઆલ્ફ્રેડ હાઈ સ્કુલ, રાજકોટ, ઈન્નર ટેમ્પલ, યૂનિવર્સિટી કોલેજ લંડન, University of London વ્યવસાયરાજકારણી, બેરિસ્ટર, રાજકીય લેખક, પત્રકાર, તત્વજ્ઞાની, આત્મકથાલેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હક્કોના વકીલ, Memoirist, માનવતાવાદી, શાંતિ ચળવળકર્તા, ક્રાંતિકારી કાર્યોસત્યાગ્રહ રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીવનસાથીકસ્તુરબા બાળકોહરિલાલ ગાંધી, મણીલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી સહી

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ સન ૧૯૦૦).

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ બૅરીસ્ટર બને તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી.

Answered by sharyousanap12
2

Answer:

eassy on Mahatma Gandhi in English not not in gujrati

Similar questions