India Languages, asked by PragyaTbia, 1 year ago

Essay on computer in gujarati

Answers

Answered by ayushverma16
97

આધુનિક સંગણકોને મળતા આવતા પહેલા ડિવાઇસિસ 20મી સદીની મધ્યના હતા (૧૯૪૦–૧૯૪૫), જોકે કમ્પ્યુટરનો અભિગમ અને વિવિધ યંત્રો અગાઉ અસ્તિત્વ ધરાવતા કમ્પ્યુટર્સ જેવા હતા. અગાઉના ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સ વિશાળ ઓરડાના કદના હતાં, અને આધુનિક સો જેટલા પર્સનલ કમ્પ્યુટર્સ જેટલી વીજળી વાપરી નાખતા હતા. આધુનિક કમ્પ્યુટર્સ નાની ઇન્ટિગ્રેટેડ સર્કિટ પર આધારિત છે અને માહિતીના સંગ્રહની દ્રષ્ટિએ અબજોગણા વધુ સક્ષમ છે. હાલમાં, સાદા કમ્પ્યુટર્સ કાંડા ઘડિયાળમાં સમાવી શકાય તેટલા નાના બની શકે છે અને તે ઘડિયાળની વીજકોષ (બેટરી)થી ચલાવી શકાય છે. વિવિધ પ્રકારના વ્યક્તિગત કમ્પ્યુટર્સ માહિતી યુગના ઓળખ ચિન્હોરૂપ છે, જોકે, હાલમાં જે પ્રકાર સર્વ સામાન્ય છે તે એમ્બેડેડ કમ્પ્યુટર. એમ્બેડેડ કમ્પ્યુટર્સ નાના સરળ યંત્રો છે જેનો ઉપયોગ બીજા યંત્રોને અંકુશમાં રાખવા થાય છે-ઉદાહરણ તરીકે, એમ્બેડેડ કમ્પ્યુટર્સ લડાકુ વિમાનથી લઇને ઔદ્યોગિક રોબોટ્સ, ડિજિટલ કેમેરા અને બાળકોના રમકડાંમાં જોવા મળી શકે છે.


સૂચનાઓની યાદીનો સંગ્રહ અને અમલ કરવાની ક્ષમતાને ક્રમાદેશ (કમ્પ્યુટર પ્રોગ્રામ) કહે છે જે કમ્પ્યુટર્સને ખુબજ ઉપયોગી બનાવે છે અને અન્ય ગણનયંત્રોથી (જેવા કે કેલ્ક્યુલેટર)થી તેને અલગ પાડે છે.ચર્ચ ટર્નીંગ થિસીસ એ આ વિવિધતાનું ગણીતીય નિરૂપણ છેઃ ચોક્કસ ઓછામાં ઓછી ક્ષમતા સાથેનું કોઇ પણ કમ્પ્યુટર તે સૈદ્ધાંતિક રીતે અન્ય કમ્પ્યુટરો જે કાર્ય કરે છે તે જ કાર્ય હાથ ધરવા સક્ષમ હોય છે. તેથી, પર્સનલ ડિજિટલ આસિસ્ટંટ (પિડિએ) અને સુપરકમ્પ્યુટર સુધીની ક્ષમતા અને જટિલતા ધરાવતા કમ્પ્યુટર્સ સમાન સમય અને સંગ્રહ શક્તિ સાથે એક સરખા કમ્પ્યુટેશનલ કામ કરવા સક્ષમ હોય છે.


Please mark it as brainliest

Answered by TbiaSupreme
104

કમ્પ્યૂટર એ આ યુગની સૌથી મહત્વની શોધ છે. આ યુગ કમ્પ્યૂટર યુગ કહેવાય છે. કમ્પ્યૂટર વિવિધ અટપટા કામ ખૂબજ ઝડપથી અને ચોકસાઇથી કરે છે. કમ્પ્યૂટર એ આજના સમયની ખૂબજ અગત્યની જરુરીયાત છે.

કમ્પ્યૂટરનો ઉપયોગ સ્કૂલો, કોલેજો, રેલવે સ્ટેશન, એરપોર્ટ એમ વિવિધ જગ્યાએ થાય છે. સ્કૂલો અને કોલેજોમાં વિવિધ પ્રકારના પ્રેજન્ટેશન માટે, રેકોર્ડના સંગ્રહ માટે એમ વિવિધ રીતે તેનોઉપયોગ થાય છે. રેલવે ટીકિટનું  રિઝર્વેશન અને કેન્સલેશન પણ કમ્પ્યૂટરથી થાય છે. કમ્પ્યૂટર વિમાનોના આવવા-ઉપડવા ના સમયને સંચાલિત કરે છે. વિમાનો કમ્પ્યૂટર સંચાલિત હોય છે. મોટા શહેરોમાં રોડ ટ્રાફિક કમ્પ્યૂટરથી સંચાલિત હોય છે. પોલિસ ગુનેગારોનો રેકોર્ડ રાખવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. વેપાર ધંધામાં હિસાબ રાખવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ ખૂબજ બહોળા પ્રમાણમાં થાય છે. હોસ્પિટલો દર્દીના રોગ તથા દવાઓનો  રેકોર્ડ રાખવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. બેંકોમાં પણ બધા જ પ્રકારનો નાણાકિય રેકોર્ડ કમ્પ્યૂટર દ્વારા રાખવામાં આવે છે. તે હવામાન વિભાગ દ્વારા હવામાનની આગોતરી આગાહી કરવા પણ વપરાય છે.

આમ, કમ્પ્યૂટર આજના યુગનું અત્યંત આવશ્યક અંગ બની ગયું છે અને તેના દ્વારા આપણું જીવન અને કામ ખૂબ જ સરળ થઇ ગયું છે.

Similar questions