Essay on swachata in gujarati
Answers
સ્વચ્છતા એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે ગંદકીથી દૂર રહેવું અને સ્વચ્છ રહેવું. નરેન્દ્ર મોદીની 'ક્લિન ઇન્ડિયા' ઝુંબેશના હેતુને પરિપૂર્ણ કરવા માટે દરેક ભારતીય નાગરિકનું એક નાનું પગલું એક મોટું પગલું બની શકે છે.
સ્વચ્છતા એ બળપૂર્વક કરવાનું કામ નથી. તે આપણા સ્વસ્થ જીવન માટેની એક સારી ટેવ અને તંદુરસ્ત રીત છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે બધી પ્રકારની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે જેમ કે, વ્યક્તિગત સ્વચ્છતા, આસપાસની સ્વચ્છતા, પર્યાવરણ સ્વચ્છતા, પાલતુ પ્રાણીઓની સ્વચ્છતા, કાર્યસ્થળની સ્વચ્છતા (શાળા, કૉલેજ, ઑફિસ વગેરે). આપણા દૈનિક જીવનમાં સ્વચ્છતાને કેવી રીતે જાળવી રાખવી તે વિશે આપણે બધાએ જાગૃત રહેવું જોઈએ. સ્વચ્છતાને આદત બનાવવી ખૂબ જ સરળ છે. આપણે સ્વચ્છતા સાથે ક્યારેય સમાધાન કરવું જોઈએ નહીં. તે આપણા માટે ખોરાક અને પાણી જેટલું જરૂરી પરિબળ છે. બાળકમાં બાળપણથી જ સ્વચ્છતા વિશે જાગ્રુતિ આવે તે જોવું એ દરેક માતા પિતાની પ્રથમ અને અગ્રણી ફરજ છે.
આપણે આપણા દૈનિક જીવનમાં કચરાના નિકાલ માટે યોગ્ય કાળજી લેવી જોઈએ અને કચરો યોગ્ય ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. સફાઈ ફક્ત એક જ વ્યક્તિની જવાબદારી નથી. તે ઘર, સમાજ, સમુદાય અને દેશમાં રહેતા દરેક વ્યક્તિની જવાબદારી છે. આપણે તેના ફાયદાકારક પાસાંને જાણીને તેનો સંપૂર્ણપણે ફાયદા મેળવવો જોઈએ. આપણે બધાએ સ્વચ્છતાના શપથ લેવા જોઈએ કે આપણે કદી ગંદા ન થઈએ અને કોઈને ગંદા ન કરીયે.