Hindi, asked by payalmshah1987, 4 months ago

essay on kabaddi in Gujurati​

Answers

Answered by ammandon75
1

Answer:

કબડ્ડી એક સામૂહિક રમત છે, જે મુખ્ય રૂપે ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત દેશમાં રમાય છે. કબડ્ડી નામનો પ્રયોગ પ્રાય: ઉત્તર ભારતમાં કરવામાં આવે છે, જ્યારે આ રમતને દક્ષિણ ભારતમાં ચેડુગુડુ અને પૂર્વ ભારતમાં હુ તૂ તૂ નામ વડે પણ ઓળખવામાં આવે છે. આ રમત ભારતના પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અને પાકિસ્તાનમાં પણ એટલી જ લોકપ્રિય છે.

Explanation:

Answered by krupa212010106
4

પરિચય

કબડ્ડી દક્ષિણ એશીયામાં રમાતી રમત છે, જે સંપૂર્ણ પણે શારીરિક સક્ષમતા વાળી રમત છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે કે જેનો અર્થ 'હાથ પકડવો' છે.[૧][૨] આ રમતના મૂળ ભારતમાં છે. આ રમતની ખ્યાતી અને ઘણા વર્ષોથી રમાતી આવતી હોવાથી ભારતના જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. આ રમત ત્રણ થી ચાર હજાર વર્ષ જૂની છે.

ભારતમાં કબડ્ડી ત્રણ અલગ અલગ પ્રકારે રમવામાં આવે છે:

જેમિની (Gaminee) : આ રમતમાં કોઈ સમય મર્યાદા નથી હોતી. જયારે બધા જ ખેલાડીઓને આઉટ જાહેર કરવામાં આવે છે ત્યારે આ રમત સ્વાભાવિક રીતે પૂરી થાય છે.

સુર્જીવની (Surjeevani) : ભારતીય કબડ્ડી કમિટી દ્વારા રમતના આ સ્વરૂપની રચના કરવામાં આવી છે કે જે KFI ના નિયંત્રિત નિયમોના આધારે રમાય છે.

અમર (Amar) : રમતના આ સ્વરૂપમાં જયારે પણ ખેલાડી સામાપક્ષના ખેલાડીને અડકી જાય છે ત્યારે જે તે ખેલાડીએ મેદાન છોડીને બહાર નથી જવું પડતું પરંતુ સામાપક્ષને એક અંક આપવામાં આવે છે. અહી એક નિયત કરેલા સમયમાં આ રમત રમાય છે.

આ રમતની દરેક પ્રતિયોગીતા ખેલાડીઓની ઉંમર અને વજનના આધારે રમાય છે. આ એ સૂચવે છે કે કોઈ અન્ય ખેલાડીની શારીરિક ક્ષમતા અન્ય ખેલાડી પર વધુ હાવી ના થઇ જવી જોઈએ.

Explanation:

Similar questions