India Languages, asked by PragyaTbia, 1 year ago

Essay on prayer in gujarati

Answers

Answered by TbiaSupreme
7

પ્રાર્થના એટલે ઇશ્વરને વિનંતી. તેમાં કશી માગણી હોય અથવા ના પણ હોય. બધા ધર્મોમાં પ્રાર્થનાની પ્રથા છે. એના દ્વારા સામાન્ય માનવી ઈશ્વર પાસે ધન, સંપત્તિ, યશ, કીર્તિ, બળ, આયુષ્ય, સંતાન આદીની માગણી કરે છે. રોગ, દુ:ખ, પીડા, નિર્ધનતા, અપમાન આદિમાંથી મુક્તિ માગે છે. પ્રાર્થના માટે સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં ઘણા મંત્રો, શ્લોકો, સ્તોત્રો, પદો, કવિતાઓ વગેરે મળે છે.

પ્રાર્થનાનો આધાર શ્રધ્ધા-આસ્થા છે. ઈશ્વર મારી વાત સાભળસે અને મને સહાય કરશે એવી અતૂટ શ્રધ્ધા માનવીને પ્રાર્થના કરવા પ્રેરે છે. ઈશ્વર માગણી પૂરી ના કરે તો પણ પ્રાર્થનાથી મન નિર્મળ બને છે. ચિત્ત શુધ્ધ થાય છે. દુ:ખનો ઉકેલ જડે છે. દુ:ખ કે આપત્તિ સહન કરવાનું બળ મળે છે. પોતે કઇ ખોટું કર્યુ હોય અને પસ્તાવો થાય ત્યારે પણ પશ્ચાતાપથી માણસ ક્ષમા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. આથી તેની પીડા ઓછી થાય છે અને ભૂલ સુધારવાનો અવસર મળે છે. પાપી પાપના માર્ગેથી પાછો વળે છે.

બુધ્ધિમાન માણસ કેવળ પ્રાર્થના કરીને વિરમતો નથી. સાચું તો એ છે કે તે પહેલાં પ્રયત્ન કે પુરુષાર્થ કરે છે અને પછી પોતાનું કાર્ય પાર પાડવા માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે.


Similar questions