Geography, asked by Blockhead44461, 11 months ago

Essay on winter morning in gujarati

Answers

Answered by Sidyandex
14

Winter is the coldest period of the year in mild atmospheres, among harvest time and spring.

A winter morning is dim, cool, quiet and dim. It is reviving and wonderful with low temperature.

Winter morning has its own effect. It is cooler than other season's morning.

Temperature is minimum of the day's temperature.

Answered by TbiaSupreme
28

માનવના આનંદ માટે ભગવાને પ્રકૃતિના સૌંદર્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઇને જાણે કમાલ કરી નાખી છે. નદી, પર્વત અને દરિયા જેવાં સ્થળોની રમણીયતાની જેમ કુદરતે વિવિધ ઋતુ અને દિવસ-રાતના કાલખંડની શોભા મનુષ્યજાતિ માટે ખુલ્લી મૂકી છે. ઉનાળાના બપોરને જેમ એનું આગવું સૌંદર્ય હોય છે, તેમ શિયાળાની સવારને પણ તેનું અનોખું સૌંદર્ય હોય છે. આળસું કે ઠંડી સહન ન કરી શકતા લોકોને શિયાળાની સવારનું આ સૌંદર્ય જોવા મળતું નથી. પરંતુ ઉદ્યમી, કવિ કે યોગી જેવા પ્રભાતના જાગ્રત જીવો મન ભરીને શિયાળાની સવારને માણી શકતા હોય છે.

શિયાળાની ઠંડીના કારણે સામાન્ય રીતે કોઇને જલદી ઊઠવાનું ગમતું નથી હોતું. જે આળસુ અને કામથી ડરનારા છે તે લોકો ગોદડામાંથી મોઢું બહાર કાઢતાં નથી. જોકે જે સવેળા જાગે છે અને કામે લાગેછે, તેમને શિયાળાની સવારમાં ખૂબ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. વહેલી સવારે ઘર બહાર નીકળીને નજર કરસો તો માનવોથીય વહેલા જાગી ઉઠેલાં પક્ષીઓનો મધુર કલરવ તમારા ચિત્તને પ્રસન્ન કરી દેશે. આળસુ માણસોને જાણે ઠપકારતા હોય એમ જાગીને સૃષ્ટિનું સૌંદર્ય માણવાનું સૂચન કરતા જણાય છે. નિર્જન રસ્તાઓ ચહલપહલ વિનાના જાણે ઠંડીથી ઠૂંઠવાઇ ગયેલા જણાય છે. સવારના સૂરજના કિરણોના સ્પર્શથી તાજગી અને હૂંફ અનુભવતાં જાણે સમગ્ર શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થઇ ઊઠે છે.

આમ, તાજગીથી ભરેલો શિયાળો વર્ષનો ઉત્તમ સમય છે. સંધ્યાના સૌંદર્યની જેમ શિયાળાની સવાર પણ સૌંદર્યમંડિત હોય છે.

Similar questions