Environmental Sciences, asked by Aayush7510, 11 months ago

Explain in Gujarati swachhta ej prabhuta

Answers

Answered by Kinggovind021
5

Answer:

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

‘ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ cleanliness is next to godliness

સ્વચ્છતા ઉત્તમ સંસ્કારો ની કેળવણીની, નીપજ છે . જીવનમાં સ્વચ્છતાનું મૂલ્ય ને મહત્વ આગવું ને અનેક ગણું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા ,પવિત્રતા અને દિવ્યતા શોભી ઊઠે છે.

જ્યાં સ્વચ્છ ત્યાં તન-મનની તંદુરસ્તી. જો આપણું ઘર ,શરીર, મન , આંગણું,

ફળિયું , ગામ, શહેર, રાજ્ય, દેશ – બંધુ જ સ્વચ્છ જ સ્વચ્છ હોય ત્યાં જીવવાનો

અનેરો આનંદ વધી જાય .

જોવાલાયક પ્રાકૃતિક સ્થળો અને તીર્થધામો સ્વચ્છ હોય, જ્યાં ગંદકી બિલકુલ ન હોય ત્યાં હરવા-ફરવાની કેવી મજા આવે !

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી. દિવાળી આવે એટલે એક ઘર એવું ના હોય કે જ્યાં સફાઈ કામ ચાલુ ન થાય. આખું ઘર ધોવાઈને ચોખ્ખું ચણાક થઈ જાય. દિવાળીમાં મહેમાનોને મળવા આવે એટલે ઘર તો ચોખ્ખું જોઈ ને!વળી ઘર ગંદુ હોય તો લક્ષ્મીજી પણ આપણા ઘરે ના વધારે એવી માન્યતા છે.

પરંતુ આ સ્વચ્છતા રાખવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. દિવાળી આવે તે પહેલા ચોમાસાના ચાર મહિના આવી ગયા હોય. વાતાવરણ ભેજવાળું બની ગયું હોય.

મચ્છર માખી નો ઉપદ્રવ પણ વધી ગયો હોય એટલે ચોમાસા પછી નો રોગચાળો ટાળવા દિવાળીના તહેવાર નિમિત્તે ‘ સફાઈ ‘ ને આપણે પરંપરા અને રીવાજો બનાવ્યો.

હા ,સ્વચ્છતા આપણી સંસ્કૃતિનું અગત્યનું પાસું છે.

‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ‘ એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ પણ વાત કરતા હોય . માનવ જીવનમાં સ્વચ્છતાનું અપાર મહત્વ છે .સ્વચ્છતા એટલે પવિત્રતાનું જ એક રૂપ .ઈશ્વરત્વ પછી બીજું સ્થાન સ્વચ્છતાનું આવે છે, એમ માનવામાં આવે છે.

આથી જ તો કહેવાય છે કે “cleanliness is next to godliness” સ્વચ્છતા તો ઉમદા સંસ્કારોની નીપજ છે .જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . આ સૂત્રો આપણે જીવનમાં ઉતારવા જોઈએ.

શ્રી રવિશંકર મહારાજ કહેતા, ‘ આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન કહેવાય અને ગંદકી સાફ કરે તે નીચો કહેવાય .’આપણે સ્વચ્છતાના કાર્યને અમુક જ્ઞાતિ પૂરતું સીમિત કરી દીધું છે જે યોગ્ય નથી .

ઘરની ,શહેરની, રાજ્યની અને સમગ્ર

દેશની સ્વચ્છતા આપણા સૌની ફરજ છે.

આપણે ગમે ત્યાં થૂંકી એ, પાનની પિચકારી મારી એ, મળ મૂત્ર નો ત્યાગ

જાહેર રસ્તા પર કરીએ, કચરો ગમે ત્યાં નાખીએ , એઠવાડ રસ્તા પર ફેંકી એ, ઢોરને રસ્તા પર રખડતા મૂકી દઈએ .આ બધું કરીએ પણ ખરા અને પાછા એક બીજાના માથે દોષનો ટોપલો ઢોળી મોં પણ બગાડીએ.

બુનિયાદી કેળવણીના હિમાયતી મહાત્મા ગાંધીજીએ તો વર્ષો પહેલા સ્વચ્છતાની બાબતને વિશેષ મહત્વ આપ્યું હતું .તેમણે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નુ સૂત્ર આપ્યું. તેમણે આશ્રમમાં રહેતા લોકોને સ્વચ્છતાના પાઠ શીખવ્યા અને રોજ સવારે સૌની સાથે જોડાઈને પોતે પણ સફાઈ કામ કરતા હતા.

એમના સર્વ રચનાત્મક કાર્યક્રમો કે જીવનનો પાયો જાણે કે સ્વચ્છતા પર જ બંધાયેલો હતો. સ્વચ્છતામાં પ્રભુતાનો દિવ્ય વાસ છે. સ્વચ્છતા બધે જ જરૂરી ને આવશ્યક છે . ચામડી ,આંખ ,દાત ,નાક , કાન, વાળ ,કપડા ને ખોરાકની સ્વચ્છતા જેટલી આરોગ્ય માટે જરૂરી છે, તેટલી જ આપણા ઘરને ,શાળાને ,સંસ્થાને ,રસ્તાઓને, ઓફિસોને, કારખાના કે ફેક્ટરીઓને , મંદિરો કે મસ્જિદોને, ગામ કે નગરોને , જળાશયો કે રાજમાર્ગો ને, વર્ગખંડો અને રમતના મેદાનોને હંમેશા સ્વચ્છ, સુંદર ને સુઘડ રાખવા જોઈએ.

અમેરિકન કે જાપાની પ્રજાનો મોટો ગુણ સ્વચ્છતાનો છે .ત્યાં રસ્તામાં કે જાહેર સ્થળોએ કોઈ થુક્તું પણ નથી ,કચરો નાખતું નથી તેથી ત્યાં જીવાત કે માખી મચ્છરનો ઉપદ્રવ નથી .ત્યાં ગંદકી કરનારને ભારે દંડ ચૂકવવો પડે છે.

ગામડાઓની સ્થિતિ પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી બેકાર છે .ગામડા

ઓમાં અસ્વચ્છતાનું મુખ્ય કારણ કેળવણીનો અભાવ છે .ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે .લોકો સ્વચ્છતા નું મહત્વ સમજતા નથી.

લોકોના ઘરના આંગણામાં જ ઉકરડા બની જાય છે .લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે .તેથી ત્યાં માખી અને મચ્છરનું પ્રમાણ વધે છે. ગમે ત્યાં થૂકવાથી અને નાક સાફ કરવાની લોકોની આદત ખોટી છે. આવા કારણોથી ગામડાના લોકો રોગોનો ભોગ બને છે.

સ્વચ્છતા થી વ્યક્તિનો આદર જળવાઈ રહે છે. આનાથી ઉલટુ, અસ્વચ્છતાથી નુકસાન પણ થાય છે . તેનાથી ઓરી, અછબડા , મલેરિયા ,ટાઇફોઇડ જેવા રોગો થાય છે. અસ્વચ્છ માનવીનું માન સન્માન હણાઈ જાય છે.

Similar questions