India Languages, asked by kapasigulamabbas, 1 day ago

કોરોના પહેલા અને પછીની સ્થિતિ in gujarati​

Answers

Answered by Anonymous
1

કોરોના પછીની સ્થિતિ

Explanation:

કોવિડ-19ની મહામારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કિસિન્જરે કહ્યું છે કે, "The world will not be the same again after Covid-19" એટલે કે કોવિડ-19 મહામારીનો પ્રકોપ પૂરો થશે, તે દુનિયાને એટલી બદલી નાખશે કે આપણને આ મહામારીના અંતે એક નવી જ દુનિયા જોવા મળશે.

ડૉ. કિસિન્જરના ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં આગળ વાત કરીએ તે પહેલાં નીચેની ઘટનાઓ પર નજર નાખી લેવી ઉપયોગી બનશે.

(અ) ઇટાલીમાંથી એક ડેલિગેશન સોમાલિયા ગયું હતું. કામ પૂરું થયું, પણ પાછા ફરવામાં ખચકાટ અનુભવાતા, એમણે સોમાલિયાની સરકારને વિઝા લંબાવવા વિનંતી કરી.

(બ) સોમાલિયાના વડા પ્રધાનનું શાસન પૂરું થયું પછી સલામતી ખાતર એમણે બ્રિટનમાં શરણ લીધું, જ્યાં કોરોના વાઇરસથી એમનું મૃત્યુ થયું.

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પે એક દીવાલ ચણાવી, બાદમાં મેક્સિકોએ એ જ દીવાલ થકી નાકાબંધી કરી છે, જેથી કોઈ અમેરિકન એમના દેશમાં પ્રવેશી ન શકે.

(ડ) હજુ થોડા મહિના પહેલાં સુધી આફ્રિકનો મોરોક્કો થઈને સ્પેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા. બાદમાં આ હોડીઓ પરત આવી, ત્યારે તેમાં ગેરકાયદેસર રીતે બહાર નીકળવા માગતા સ્પેનિશ નાગિરકો હતા.

(ઈ) કોરોનાનો ચેપ લાગવાથી ડૉક્ટરનાં મૃત્યુના કિસ્સા નોંધાયા છે અને દરદી સાજો થઈને ઘરે જાય છે.

કિસિન્જરને સાચા પાડવા માટે આથી વધારે કેટલાય દાખલા મળી શકે તેમ છે.

અંફન વાવાઝોડું ઓડિશાથી પશ્ચિમ બંગાળ તરફ, ભારે પવન સાથે વરસાદ

દેશનું એ સૌથી ધનિક મંદિર જેને કોરોનાએ કંગાળ કરી દીધું

વિશ્વના ફલક ઉપર કોરોનાએ દેખાં દીધી, તે પહેલાં ખાસ્સા દોઢેક વરસથી દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું.

ટ્રમ્પે શરૂ કરેલ ટેરિફ-વૉર અથવા ટ્રૅડ-વૉરને કારણે દુનિયાની ઘણી-બધી અર્થવ્યવસ્થાઓ તકલીફમાં મુકાઈ અને 2008-09 જેવી અથવા એનાથી પણ વધુ કપરી મંદીનો વિશ્વ શિકાર બનશે કે કેમ તેવી શંકા-કુશંકાઓ ચર્ચાવા લાગી.

આટલું જેમ ઓછું હોય તેમ સાઉદી અરેબિયાએ ક્રૂડઑઇલના એક મહત્ત્વના ઉત્પાદક તરીકે પોતાને ઘરઆંગણે ક્રૂડઑઇલ ઉત્પાદનની નવ ડૉલર પ્રતિબેરલ જેટલી દુનિયાની નીચામાં નીચી ઉત્પાદનકિંમતના કારણે ક્રૂડનો ભાવ સતત ઘટાડાતાં રહી પ્રાઇસ-વૉર શરૂ કર્યું.

દરમિયાન કોવિડ-19ના કારણે દુનિયાભરમાં ક્રૂડઑઇલની માગ તળિયું પકડવા બેઠી. ક્રૂડઑઇલનું ઉત્પાદન એટલું બધું હતું કે દુનિયાની લગભગ 80 ટકા જેટલી સંગ્રહશક્તિ પણ એમાં ખરચાઈ ગઈ.

Similar questions