India Languages, asked by krishnagupta6996, 1 year ago

maro yadgar pravas essay in gujarati language

Answers

Answered by preetykumar6666
13

યાદગાર પ્રસંગ

જ્યારે હું years વર્ષની હતી, ત્યારે હું મારી મમ્મી સાથે છુપાવતી રમતી હતી.

જેમ મને યાદ છે, હું સીડી ઉપર ચ wasતો હતો ત્યાં શોધવા માટે કે જ્યાં મારી મમ્મી છુપાયેલી છે, પરંતુ તે પછી હું અચાનક અધવચ્ચેથી વિચારતો હતો કે મને શુદ્ધ રેન્ડમનેસ હતું.

આ ચોક્કસ ક્ષણે, હું માનવ જીવન કેવી રીતે સમાપ્ત થાય છે તે ખ્યાલ સાથે કુસ્તી કરી રહ્યો હતો. હું આ વિચારનો જવાબ લઈને આવી શક્યો નહીં. મારી માતા પછીથી મારી પાસે આવી અને પૂછ્યું કે આમાં શું વાંધો છે, શા માટે મેં રમવાનું બંધ કર્યું છે.

જ્યારે મને સમજાવવાનું કરવામાં આવ્યું ત્યારે, તેણે મને પુષ્ટિ આપી કે મનુષ્ય ખરેખર મરી રહ્યો છે, હકીકતમાં, આ ગ્રહ પરના તમામ માનવ જીવનનો અંત આવી ગયો છે. હું તરત જ આંસુઓમાં તૂટી પડ્યો, મારા હૃદયમાં દોડધામ મચી રહી હતી, મારા જીવનમાં પહેલી વાર મૃત્યુની કલ્પનાનો સામનો કરવો પડ્યો હતો.

આ એક સશક્ત ભાવનાઓ સાથે ચાર્જ કરવામાં આવતી શક્તિશાળી મેમરી છે.

જીવવાની તાકીદની ખૂબ સારી રીમાઇન્ડર.

Hope it helped....

Answered by aitakeyvanu12
1

Answer:

see down

Explanation:

મારો યાદગાર પ્રવાસ

પ્રવાસના યાદગાર સંસ્મરણ

મારો અવિસ્મરણીય પ્રવાસ

પ્રવાસનું મહત્વ

મુદ્દા- વિદ્યાર્થી અવસ્થામાં પ્રવસનુ મહત્વ 2. પ્રવાસ-આયોજન 3. પ્રયાણ અને મુસાફરીનો આનંદ 4. ધાર્મિક- એતિહાસિક સ્થળોની મુલાકાત 5. જીવનભરનું સંભારણ

પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવયો હોય તો મોટાપણે માનવી પ્રવાસથી કંટાળતો નથી. પ્રવાસ ર્તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દૃઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃતિ છે. સાહસિકતા, સહિષ્ણુતા, માનવતા, વ્યવહાર-કુશળતા અને નિયમિતતા જેવા જીવનઘડતરના મૂલયવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે-વિકસે છે. વિદ્યાર્થીઓમાં સૌંદર્યદ્ર્ષ્ટિ વિકસે છે. સહકારની ભાવના કેળવાય છે. મુશ્કેલીને હ્સતાં હસતાં પાર કરવાની તાલીમ મળે છે અને ઝીણમાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે.

આ સત્યનું દર્શન અને વાસ્તવિકતાનો પરિચત મને સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન થતો. દસમા ધોરણના અમારા વર્ગના 45 વિદ્યાર્થી ભાઈબહેનો અને શિક્ષકોએ સાથે મળીને આ પ્રવાસનુ વિગતપૂર્ણ ઝીવણ ભર્યું અને ચોકસાઈભર્યું આયોજ કર્યુ. પ્રવાસની પૂર્વતૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારું હતી જે આદિથી અંટ સુધી કયાંક જરા ઓઅણ અગવડ કે મુશ્કેલી પડી નહિ. અમદાવાદથી વહેલી સવારે એસટી બસમાં જોનાગઢ અને જૂનાગઢ જવા રવાના થયા. છેક સાંજે જૂનાગઢ પહોંચ્યા અગાઉથી ઈ-મેલ દ્બારા જાણ કરલી હતી. તેથી હોટલમાં રોકાવવાની અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને આખા દિવસની વસની મુસાફરીનો થાક ક્યાંક ઉતરી ગયો. જમી-પરવારીને મોડે સુધી વાત કરતાં -કરતાં સૌ ઉંઘી ગયા. વહેલી પરોઢે ઝટપટ તૈયાર થઈને ગિરનારની તળેટીમાં જઈ પહોંચ્યા અને દિવસ ચઢે તે પૂર્વે ગિરનારના જેટલાં પગથિયાં ચઢાય એટલા ચઢી લેવા ઉતાવળ કરી. અમે બધા ખૂબ આનંદ કરતાં કરતાં છેક છેલ્લી ટૂંક સુધી જઈ પહોંચ્યા. અહીંથી જૂનાગઢ શહેર અને નીચેના જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને હૈયું પુલકિત થઈ ગયું. નીચે ઉતર્યા બાદ ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવઘણ કૂવો, નરસિંહ મેહતાનો ચોરો, દામોદર કુંડ, મ્યૂજિયમ ગાર્ડન, બજાર વગેરે જોઈને પાછા હોટલ આવ્યા. જમ્યાં, થોડો આરામ કર્યો અને સાંજના ચાર વાગ્યે અમારી બસમાં માંગરોળ થઈને શારદાગ્રામ પહોંચી ગયાં.

શારદાગ્રામમાં અને 36 કલાક રોકાયા. ત્યાંનુ શૈક્ષણિક વાતાવરણ, સવાર સાંજની પ્રાર્થના અને સંગીત-ભાવના, નાળિયેરને દ્રાક્ષના મુશ્કેલ ગણાતા પાકનું મબલખ ઉત્પાદન, સ્નાનાગારમાં ખુલ્લા આકાશ નીચે તરવાની મોજ, આંખે ઉડીન વળગે એવી સ્વચ્છતા-આવી અનેક વિશિષ્ટતાઓ જોઈ-માણીને અમે ધન્ય થયા.

ત્યાંથી પાછાં માંગરોળ થઈને આયોજન મુજબ વેરાવળ ગયાં. વેરાવળથી ભગવાન સોમનાથના દર્શન કરવા ઉપડયાં.માર્ગમાં "ભાલકાતીર્થ" અને અન્ય જે જે ધાર્મિક સ્થળો આવ્યાં ત્યાં ત્યાં નીચે ઉતરીને દર્શનનો લાભ લીધો. બપોરના અગિયારના સુમારે અમે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જઈ પહો6ચ્યા.

મેં જિંદગીમાં પહેલા જ વાર દરિયો જોયો તેથી મારા આનંદની તો અવધિ ન નહોતી. ભગવાન્ન સોમનાથનું ભવ્ય મંદિર જોઈને શિવલિંગના દર્શન કરીને અને બપોરની આરતીનું ભક્તિભર્યું વાતાવરણ જોઈને, હું ગદગદ થઈ ગયો. પૂરા ત્રણ કલાક દરમિયાન ઉછળતાં-કૂદતાં મોજા જોઈને સાંજે પાછાં વેરાવળ આવ્યાં અને વહેલી સવારે અમદાવાદ પાછાં આવી ગયા.

આ ટૂંકા તથા મહત્વપૂર્ણ પ્રવાસનું મારા મનમાં સંભારણું રહી ગયું છે. જૂનાગઢ-ગિરનારની ઐતિહાસિક ભૂમિ જોઈએને મને રાખેંગાર-રાણકદેવી અને કાકમંજરી યાદ આવ્યા. શારદાગ્રામની શૈક્ષણિક તીર્થભૂમિ પર મેં મહાત માગાંધીજીની નઈ તાલીમની યોજના સાકાર થયેલી જોઈ અને સોમનાથનું ધાર્મિક તીર્થધામ જોઈને મને સોલંકીયુગના ગુજરાતની ધર્મપ્રિયતાની ઝાંખી થઈ. પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો કેવી મજા આવે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. જે કદાચ હું જીવનભર નહિ ભૂલૂં!

Similar questions