Math, asked by vishnanibhavika7, 10 months ago

એક કંજસ story std 10​

Answers

Answered by adhyayan56
4

Step-by-step explanation:

એક ડોસો પોતાના વહુ-છોકરા સાથે શહેરમાં રહેવા ગયો . તે બહુ કમજોર હતો તેના હાથ ધ્રુજતા અને નજર પણ કમજોર હતી. તેમનું નાનું કુટુંબ હતુ જેમા ડોસાના દિકરાનો એક ચાર વર્ષ નો દીકરો પણ હતો. બધા એકસાથે બેસીને ડાઈનિંગ ટેબલ પર ખાતા હતા. પણ ડોસા કયારેક થોડુ કંઈક નીચે વેરી દેતા તો ક્યારેક તેમનાથી વાસણ પણ નીચે પડીને તૂટી જતુ. આ બધું જોઈને એક-બે દિવસ પછી વહુએ કહ્યું આ બધું શું છે, આપણે ક્યા સુધી આ બધુ સહન કરીશુ. આ નુકશાનને જોઈ છોકરાએ પણ તેની વાત સ્વીકારી. એક ખૂણામાં એક નાની ટેબલ મૂકાવી. તેના પર લાકડીનો વાટકો મુકયો જેથી પડે તો તૂટે નહી. હવે એ ડોસો ત્યાં બેસીને જ જમે અને બધા લોકો ડાઈનિંગ પર આ જોઈને ડોસાની આંખોમાં ક્યારેક આસૂ પણ આવી જતા.

એક દિવસ નાનો છોકરો કઈંક બનાવતો હતો. ત્યારે તેના માતા-પિતા પૂછ્યું આ શું કરે છે ?

બાળકે કહ્યું હું તો તમારા માટે લાકડીના વાસણ બનાવું છું જેથી હું મોટો થઈશ તો તમે પણ તેમા જમી શકશો.

એ સાંભળી બન્ને સમજી ગયા. બાળકની આ વાત માતા-પિતાના દિલ પર અસર કરી ગઈ. તે કશુ બોલી ના શક્યા અને સમજી ગયા હવે શું કરવાનું છે. બસ ત્યારબાદથી બધા એક સાથે બેસીને ડીનર ટેબલ પર સાથે ભોજન કરતા અને ત્યારબાદ ક્યારેય ડોસા સાથે ખરાબ વ્યવ્હાર કરતા નહોતા.

Similar questions