unala ni bapor essay in gujarati
Answers
ઉનાળો એટલે પ્રકૃતિની ત્રણ ઋતુ માની એક ઋતુ. ચૈત્ર અને વૈશાખ મહિનાની બપોર એટલે સૂર્ય માંથી આવતો સખત તાપ. આ સમયમાં બપોરે ૨ થી ૪ દરમયાન ઘણી બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. મનુષ્ય તો ઠીક પણ પશુ પંખીઓ પણ આ સમય દરમ્યાન બહાર નીકળતા નથી. ઉનાળાની બપોરના આકરા તાપથી બચવા લોકો તાત્કાલિક ઠંડાપીણા, આઈસ્ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે. ઉનાળાની ભરબપોરે પાણીના સ્ત્રોત માં પણ કાપ હોય છે. આવા સમયે વધારે માં વધારે પાણી પીવું જોઈએ. ઉનાળાની બપોર માં દરેક વ્યક્તિ પરસેવા થી રેબઝેબ થઇ જાય છે. એસી તથા કુલર નો ઉપયોગ પણ ઉનાળાની બપોર માં વધુ પડતો થાય છે.
Explanation:
ઉનાળાની બપોરે એટલે બળતી ભટ્ટીનો બફારો! ઉનાળાના બપોર એટલે અસહ્ય ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા! ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉષ્ણતાનો ઉકળતો ચરૂ! પ્રકૃતિના રોદ્ર સ્વરૂપની એક ઝાંખી ઉનાળાનો બળબળતા બપોરે જ થાય. ધરતી અબે આકાશ બન્ને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી જાય ત્યારે ક્ષિતિજ જાણે હાંફતી ન હોય એવો ભાસ થાય! રૂઠીલીને રિસાયેલી, ખિજાયેલીને ક્રોધે ભરાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરી નાખવા હઠે ન ભરાઈ હોય એમ સડકો વૃક્ષો, મકાનો અને જળાશયો-બધા બળુંબળું થઈ રહ્યા હોય ત્યરે સમજી લેવું કે ઉનાળો બરાબર જામ્યો છે!
ઉનાળાના ધોમધખતા બપોરે માનવીમાત્રના આનંદોલ્લાસમાં, વાહનવ્યવહારની ગતિવિધિમાં, પશું પંખીઓની ચહલપહલમાં અને સમસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં ભાએ રે ઓટ અને મંદી આવી જાય છે. એક બાજુ, સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉનાઉના લૂભર્યા વૈશાખી વાયરા ફૂંકાતા હોય ત્યારે શહેરોના હ નહિ ગામડોના રસ્તાઓ પણ સૂમસામ અને નિર્જાન બની જાય છે. એટલું જ નહિ જાણે એ વધારે પહોંલા ન થયા હોય એવો ભાસ થાય છે.
તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ કયાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડે છે. લાચાર ભોલાં પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે. શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે છે. બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કમા-ધંધાને વળગેલા હોય છે. વસ્તી યા ચેતનની દ્ર્ષ્ટિએ કોઈએ તો થોડાક રડયાખડયા શ્રમજીવી મજૂરો આકાશમાં ચકરવા લેતી એકાદ બે સમડીઓ,મૃગજળ પાછડ દોડ મૂકતા કો'ક કો'ક હરણાં અને એકાએક મૂકી ઉઠતા એકલવાયા ગધેડા સિવાય જીવંત સૃષ્ટિનો ઝાઝો અણસારો જોવા સાંભળવા મળતો નથી.
ગરમીથી બચવાનો પશુપંખીઓ પાસે તો અન્ય કોઈ ઉપાય નથી, પરંતુ બુદ્ધિશાળી માનવપ્રાણીએ ગરમીની અસર ઓછી લાગે તો માટે જાતજાતની યુક્તિ-પ્રયુક્તિ શોધી કાઢે છે. સફેદ બારીક વસ્ત્રો પરિધાન કરવા બહાર નીકળકાનું થાય તો ટોપી, હેટ કે છત્રીઓ ઉપયોગ કરવો. ઘરમાં ઑફિસમાં, હોટલોમાં અને છબી ઘરોમાં પંખા તથા વાતાનુકુલિતની વ્યવસ્થા કરવી. ગરમ લૂનો મારો રોકવા ખસની ટટ્ટીઓ ભીની કરીને બાંધવી; ઠંડા પીણાં, ફ્રીજનું પાણી, આઈસક્રીમ વગેરીએ લિજ્જત માણીને કોઠો ટાઢો કરવો. પૈસાની છૂટ હોય તો કોઈ ગિરિનગર પર કે દરિયાકિનારે હવા ખાવા ઉપડી જવું. વગ્રે અનેક તરકીબો દ્વારા માનવીને ગરમી સામે રક્ષણ અને રાહત મેળવવા કમર કસી છે.
ગ્રીષ્મના બપોરને કવિ-લેખકોએ પોતપોતાની રીતે શબ્દોમાં આલેખ્યો છે. કોઈને તેમાં વૈરાગી બાવાનું તો કોઈએ તેમાં જટાળા જોગીનું, તો કોઈઈ તેમાં ભસ્માક્તિ, તો કોઈને શિકારી કૂતરાંનું દર્શન થયું છે. કાકા કાલેલકરે તો ત્યાં સુધી કહી દીધું છે કે, ભેંસો દૂધ દોહરાવતી વખતે જેવી રીતે આંખો મીંચી નિ: સ્તબ્ધ ઉભી રહે છે તેની રીતે, ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઉભું રહે છે..."
hope it will help you pls like