write a essay on rainy season in gujarati language only
2 paragraphs and 6 lines
Answers
Answer:
આપણાં દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. શિયાળો. ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે છે. ઊનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે. વર્ષા
આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુને ઋતુઓની રાણી કહે છે.
અષાઢ માસથી વર્ષાઋતુની શરૂઆત થાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે. વાદળોનો ગડગડાટ થાય છે. વીજળી ચમકારા કરે છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. અને વરસાદ વરસે છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે. સહુને આનંદ આનંદ થઈ જાય છે. - વર્ષાઋતુમાં મોર ખુશ થઈને ટહુકા કરે છે. મોર કળા કરીને નાચે છે. દેડકા “કાઉં, ડાઉં' કરે છે.
વરસાદ પડતાં જ ખેડૂતો ખુશ થઈ જાય છે. તેઓ ખેતરે જાય છે. અને વાવણી કરે છે. વર્ષાઋતુમાં ખેતરો પાકથી લીલાછમ બની જાય છે, ધરતી પર લીલું લીલું ઘાસ ઊગે છે. ધરતી માતાએ જાણે કે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે.
વરસાદ પડતાં નદી, નાળાં, તળાવ છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે, ઘણીવાર વધુ વરસાદ પડતાં નદીઓના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળે છે. અને લોકોના જાનમાલને નુકસાન થાય છે.
વર્ષાઋતુ બાળકોની પ્રિય ત્રકતુ છે. બાળકો વરસતા વરસાદમાં ન્હાવા માટે નીકળી પડે છે. પાણીમાં છબછબિયાં કરવાની તેમને ખૂબ મઝા પડે છે. કાગળની હોડીઓ બનાવી તેઓ પાણીમાં તરતી મૂકે છે. બાળકો આનંદથી ગાય છે : “આવરે વરસાદ થેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાંનું શાક !'
વરસાદ એ ઇશ્વરનું વરદાન છે. જો વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. તેવે વખતે અનાજ, પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે.
વર્ષાઋતુ ધરતીને શોભા અને સમૃદ્ધિ આપે છે. વર્ષાઋતુ પશુ પંખી અને માનવીને ખૂબ ઉપયોગી છે.
Explanation:
if U want big then it's there in attachment.