India Languages, asked by anjalibandhu4658, 1 year ago

Write a speech on mother in gujarati

Answers

Answered by chirformatics
7

આદરણીય શ્રોતાઓ, આપણાં જીવન મા માતા ના અમૂલ્ય યોગદાન ની આપણે આજે વાત કરશું. ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે. અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ.  

બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોઈનાથી વાળી શકાય એમ નથી. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું અને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત? માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.

જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ, બલિદાનની મૂર્તિ,સૌજન્યની મૂર્તિ અને પ્રેમ/ત્યાગની મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

Similar questions