India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on flood in gujarati language

Answers

Answered by TbiaSupreme
10

પ્રાકૃતિક આપત્તિઓનાં વિવિધ સ્વરુપો છે. તેમાં એક પૂર છે. ઘણી વાર ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદ થાય ત્યારે નીચાણને લીધે ઘણું પાણી નદીઓમાં વળે છે. નદીમાં સમાઇ શકે તેના કરતાં ઘણું વધારે પાણી આવવાથી નદી ઊભરાય છે, છલકાય છે. પાણી કાંઠાની આસપાસની ભૂમિ પર પ્રસરે છે. આપણે તેને પૂર કહિએ છીએ.

પૂરથી ભારે નુકશાન થાય છે. તે નદી પરના સેતુઓને તોડી પાડે છે. કાંઠાના ઘરોને તાણી જાય છે. ઢોર, અન્ય પ્રાણીઓ તથા માણસો પણ તણાઇ જાય છે. જમીન ધોવાઇ જાય છે. પાક ધોવાઇ જાય છે. સંચાર અને પરિવહન અટકી પડે છે. કોઇક વાર તાપની ઋતુમાં પર્વતોનો બરફ મોટા પ્રમાણમાં પીગળી જવાથી નદીઓમાં પુષ્કળ પાણી વહે છે અને પૂર આવે છે. કોઇ વાર ગામો તથા નગરોમાં અચાનક ભારે વરસાદ તૂટી પડે તો માર્ગો જળબંબાકાર થઇ જાય અને પૂર આવે છે.

પૂર સામે રક્ષા માટે નૌકા, હેલિકોપ્ટર આદિ તૈયાર રખાય છે. પૂરનો ભોગ બનેલાં માટે આહાર, કપડાં, આશ્રય, ઔષધ વગેરેની વ્યવસ્થા કરાય છે. અણધારી મોટી આપત્તિ સમયે સેનાની સહાય લેવાય છે.  


Similar questions