India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on freedom fighters in gujarati

Answers

Answered by TbiaSupreme
11

15 ઓગસ્ટ, 1947 ના રોજ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. તેમણે આપણા દેશમાં લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું. અંગ્રેજો આપણા દેશમાં વેપાર કરવા આવ્યા હતા પરંતુ સમય જતાં તેમણે આપણા દેશ પર કબજો જમાવ્યો અને આપણા દેશ પર શાસન કરવા લાગ્યા. દેશના લોકો પર દમન ગુજાર્યો, ત્રાસ ગુજાર્યો. હજારો લોકો માર્યા ગયા. અંગ્રેજ લોકોએ એવો કાયદો પસાર કર્યો જેથી દેશના ટૂકડા થઇ જાય.  

તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નિતી અપનાવી હતી. અંતે, જ્યારે તેઓ અહિંથી ગયા ત્યારે દેશના ભાગલા પાડયા અને ભારત અને પાકિસ્તાન નામના બે દેશો રચાયા. ઘણા સ્વાતંત્ર સેનાનીઓએ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ફાળો આપ્યો હતો. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ્લ, રાજગુરુ જેવા અનેક દેશભક્ત લડવૈયાઓએ હસતાં-હસતાં પોતાના જીવનની કુરબાની આપી પરંતુ દેશને આઝાદી અપાવી. આ ઉપરાંત, બેગમ હઝરત મહાલ, ગણેશ વિદ્યાર્થી, જય પ્રકાશ નારાયણ, બટુકશેશ્વર દત્ત, અશફાક ઉલ્લાખાન, રવિન્દ્રનાથ ટાગોર, બિપીન ચંદ્ર પાલ, નાના સાહેબ, તાત્યા ટોપે, ચિત્તરંજન દાસ, રાજા રામ મોહન વગેરેએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આજે આપણે આઝાદી ભરી જીંદગી જીવી રહ્યા છીએ તેના મૂળમાં આપણા દેશના આવા સ્વતંત્રતા સેનાનીઓ છે. આપણને આઝાદી અપાવનાર આપણા સ્વાતંત્ર સેનાનીઓને શત શત નમન.    


Answered by juhip128
1

Answer:

hi nhi Kiy Raja Ka Mohan ka dost Kyon Maar Dala

Similar questions