Write an essay on hard work in gujarati
Answers
માનવ જીવનની સાચી સુંદરતા એ તેમના દ્વારા કરવામાં આવેલા પરિશ્રમમાં છે. એટલા માટે જીવનમાં પરિશ્રમનું વિશેષ મહત્વ છે. સખત પરિશ્રમ કરવા વાળા માણસ માટે કોઇ કામ કઠિન નથી હોતુ. માણસે પોતાના પરિશ્રમના જોરે કુદરતને પડકાર આપ્યો છે. માણસે સમુદ્ર પાર કર્યો, પર્વતોના ઊંચા શિખરો ઉપર પહોંચી ગયો અને આકાશનો કોઈ પણ ખૂણો તેની પહોંચની બહાર નથી, જે તેના સખત પરિશ્રમનું જ પરિણામ છે.
પરિશ્રમ સફળતાની ચાવી છે. તે વિદ્યાર્થી જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. જે વિદ્યાર્થી તેના મહત્વને સમજે છે તે જ જીવનમાં આગળ વધે છે. કેટલાક વિદ્યાર્થીઓ જીવનમાં પરિશ્રમના મહત્વને સમજી શકતા નથી. તેઓ આરામ અને સુખ જેવી વસ્તુઓમાં તેમનો કિંમતી સમય બગાડે છે. જેના કારણે તેમના જીવનનો પાયો નબળો બને છે અને તેઓ આગળ વધી શકતા નથી. પરિશ્રમ દ્વારા મેળવવામાં આવતા પૈસા વ્યક્તિને સુખ અને શાંતિ આપે છે. તેનાથી વિપરીત, અપ્રમાણિકતા અને ઠગથી મેળવેલી સંપત્તિથી માણસ દુઃખી થાય છે. જે લોકો પરિશ્રમ કરતાં નસીબમાં વધુ વિશ્વાસ કરે છે તે જીવનમાં અસફળ થાય છે. જે લોકો કર્મમાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશાં જીવનમાં સફળ થાય છે. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન હજારો વખત બલ્બની શોધ કરવામાં અસફળ રહ્યા, પરંતુ પરિશ્રમ કરવાનું છોડ્યુ નહીં અને અંતે સફળ થઇને રહ્યા.
આમ, માણસે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ કરવો જોઇએ.