India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on hindu religion in gujarati

Answers

Answered by TbiaSupreme
32

હિંદુ ધર્મ વિશ્વમાં સૌથી જૂનો ધર્મ છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ પછી હિન્દુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે હિંદુ ધર્મ એ ભારતનો મુખ્ય ધર્મ છે, જ્યાં હિંદુઓની  કુલ વસ્તી આશરે 84 ટકા છે. હિંદુ ધર્મને સનાતન ધર્મ અથવા શાશ્વત ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મના કેન્દ્રમાં પુનર્જન્મ, જાતિ વ્યવસ્થા, બ્રહ્મ સાથે વિલીનીકરણ જેવા વિચારો સમાયેલા છે. હિન્દુ ધર્મ અનુસાર મુક્તિ તરફના માર્ગોમાં ધાર્મિક વિધિઓ, ભક્તિ અને જ્ઞાનના માર્ગનો સમાવેશ થાય છે. જો માણસ આ માર્ગોને અનુસરે તો મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે એ વિચાર હિંદુ ધર્મના કેંદ્રમાં છે. મુખ્ય હિન્દૂ ગ્રંથો શ્રુતિ, સ્મૃતિ, વેદ, ઉપનિષદો, પુરાણો અને મહાકાવ્યો છે. વેદવ્યાસ વશિષ્ઠ, પતંજલી, રામાનુજ, કબીર, તુલસી, નાનક, રાજા રામ મોહનરાય, રામકૃષ્ણ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, મોહનદાસ કરમચંદ ગાંધી વગેરે હિન્દુ ધર્મનાં ખ્યાતનામ પાત્રો છે. હિન્દુ ધર્મની એક ખૂબ જ મહત્વની વિશેષતા એ છે કે પ્રકૃતિ અને પુરુષ એટલે કે સ્ત્રી અને પુરુષની ઉપાસનામાં સમાન ભાગીદારી છે. હિન્દુ ધર્મમાં દેવીઓનું સ્થાન દેવોની પહેલાં આવે છે. જેમ કે, સીતા રામ, રાધા કૃષ્ણ.

હિન્દુત્વ એક દર્શન છે જે માણસની ભૌતિક જરૂરિયાતો ઉપરાંત તેની માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંતોષે છે.

Answered by dhrupad26
8

હિન્દૂ ધર્મ વિશ્વ નો સૌથી જૂનો ધર્મ છે. હિન્દૂ ધર્મ ના લોકો મંદિર માં જાય છે.હિન્દૂ ધર્મ નો પ્રતીક ઓમ છે.હિન્દૂ ધર્મ વિશ્વ નો ત્રીજો સૌથી મોટો ધર્મ છે.

Explanation:

Please mark me as branialist.......

Similar questions