Write an essay on hockey in gujarati language
Answers
Answered by
36
હૉકી ભારતની રાષ્ટ્રીય રમત છે. ગઇ સદીના પૂર્વાર્ધમાં હૉકીમાં ભારતનો વટ હતો. 1928 થી ભારતે ઓલમ્પિક હૉકીમાં રમવાનું શરુ કર્યું અને ઘણા સુવર્ણ ચંદ્રકો પણ મેળવ્યા હતા.
હૉકીની રમત 30 મિનિટના બે ભાગમાં રમાય છે. 11 ખેલાડીઓની એક એવી બે ટીમો મેદાનમાં ઉતરે છે. મધ્યરેખાથી પ્રથમ ફટકો મારી આરંભ કરાય છે. ટીમ સામા પક્ષના ગોલદ્વારમાં દડો મોકલવા રમે છે. જેનો દડો સામેની ટીમના ગોલદ્વારમાં જાય તેને એક ગોલ મળે છે. સૌથી વધારે ગોલ કરનાર ટીમને જીત મળે છે. નિયમોના ભંગ માટે દંડ થાય છે. યુરોપ-અમેરિકામાં બરફનાં મેદાનો પર આઇસ હૉકી રમાય છે. ભારતમાં ગઇ સદીમાં ધ્યાનચંદ મોટા હૉકીના ખેલાડી થઇ ગયા. ક્લોડિયસ, ગુરુબક્ષસિંહ, ચરણજીતસિંહ, ઝફર ઇકબાલ, પંકજ ગુપ્તા, ધનરાજ પિલ્લે વગેરે હૉકીના વિશ્વવિખ્યાત ખેલાડીઓ છે.
Similar questions