Write an essay on guru purnima in gujarati
Answers
અષાઢ સુદ પૂર્ણિમા કે જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણનો ભાવ રજુ કરે છે. ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતા ઓમાં અનન્ય છે ગુરુ શિષ્ય પરંપરા. આ જ પરંપરાના માર્ગદર્શક સંતજનોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું માહત્મ્ય ‘ધર્મદર્શન’ માટે વ્યક્ત કર્યું છે.
ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો એક પવિત્ર અવસર છે. ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે. આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી. એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
આમ તો બધા ધર્મોમાં લોકોની જુદી-જુદી માન્યતા હોય છે. જેમ કે, હિન્દુ મંદિરમાં જાય છે, સિખ ગુરૂદ્વારામાં જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદમાં જાય છે અને ખ્રિસ્તી લોકો ચર્ચમાં જાય છે. દરેક ધર્મમાં દેવી દેવતાઓને પૂજવાના જુદા-જુદા તરીકા હોય છ. પણ એક એવી વસ્તુ છે જેને આ બધા ધર્મના લોકો એક સાથે પૂજે છે અને તે છે "ગુરૂ". આ ગુરુના માનમાં ઉજવાતો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા મહાન સંત વેદવ્યાસના પવિત્ર સ્મરણમાં ઉજવાય છે. આ દિવસને 'વ્યાસ પૂર્ણિમા' પણ કહેવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા એ એક ધાર્મિક વિધિ છે. તે હિન્દુઓ, જૈનો અને બૌદ્ધ ધર્મના લોકો પણ ઉજવે છે. ગુરુઓ કે જે આધ્યાત્મિક, શૈક્ષણિક અથવા સાંસ્કૃતિક ગુરુઓ હોઈ શકે છે તેમના માટે આ દિવસે આદર અને કૃતજ્ઞતા દર્શાવવામાં આવે છે અને તેમના દર્શન કરી આશીર્વાદ મેળવવામાં આવે છે. શિક્ષક પણ આપણા એક ગુરુ જ છે. ગુરુની સરખામણી ભગવાન સાથે કરવામાં આવે છે અને ભગવાનની જેમ પૂજા પણ થાય છે.
ભારત એ એકમાત્ર સ્થળ છે જ્યાં ગુરુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ગુરુ શિષ્ય પરંપરા પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને તે હજી પણ આપણા જીવનનો એક ભાગ છે. ગુરુ આપણને જીવનના મહત્વ અને જીવનચક્ર વિશે શીખવે છે. ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે. ગુરૂ જ આપણા જીવનની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.તેથી ગુરૂપૂર્ણિમાએ ગુરૂની વંદના કરવી જોઈએ. કોઈ પણ માણસનું જીવન ગુરૂ વગર અધૂરુ છે. ગુરુ માત્ર એક ભૌતિક સ્વરૂપ નથી પણ તે એક એવી શક્તિ પણ છે જે વ્યક્તિને જ્ઞાન આપે છે. તેથી જ, આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ.
ગુરુનો આભાર માનવા, આપણે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવી જોઈએ અને તેમને માન આપવું જોઈએ. તેમના દૃષ્ટિકોણને અનુસરીને, આપણે એક આદર્શ વ્યક્તિ બનવું જોઇએ. જે તેમના માટે સૌથી મોટી ભેટ છે. આમ, ગુરુ પૂર્ણિમા એ મહાન આનંદનો તહેવાર છે.