India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on matdan in gujarati

Answers

Answered by TbiaSupreme
29

મતદાન એ એક મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયા છે. મતદાનની વ્યવસ્થા દ્વારા  કોઈ વર્ગ સમાજના સભ્યને સંસદ અથવા વિધાનસભામાં તેમના પ્રતિનિધિ સ્વરૂપે પસંદ કરી મોકલે છે. આપણે એક સ્વતંત્ર દેશના નાગરિકો છીએ. આપણને આપણી લોકશાહી પ્રણાલી હેઠળ ઘણા અધિકારો મળેલા છે, તેમાંનો એક મત આપવાનો અધિકાર છે અને તે બીજા બધા અધિકારો કરતા મોટો છે. આ અધિકાર દ્વારા આપણે આપણી મનગમતી સરકાર બનાવી શકિએ છીએ. આપણે હંમેશાં આપણા દેશ માટે મતદાન કરવું જોઈએ અને બીજાઓને પણ એમ કરવાની પ્રેરણા આપવી જોઈએ.

મતદાન એકમાત્ર સાધન છે જેના દ્વારા દેશના લોકો તેમના પોતાના દેશના વિકાસને નિર્ધારિત કરી શકે છે. ભારત એ એવો દેશ છે જે લોકોને તેમના દેશ માટે નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. પ્રત્યેક વ્યક્તિએ ચોક્કસપણે મત આપવો જોઈએ કારણ કે પ્રત્યેક મત મૂલ્યવાન છે. એક મત દેશને ખોટી સરકાર પસંદ કરવાથી અટકાવી શકે છે. આમ, મતદાન એ ખૂબ જ મૂલ્યવાન મૂળભૂત અધિકાર છે, જેનો આપણે સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

Similar questions