Write an essay on matrubhasha in gujarati language
Answers
ભાષા થકી આપણે એક બીજાને ઓળખીએ છીએ. એમાં માતૃભાષાને લીધે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવા વધારે સરળતા પડે છે. ગમે તેટલી બીજી ભાષાઓ આવડતી હોય પણ આપણે વિચારો તો માતૃભાષામાં જ કરીએ છીએ. એટલે જ તો આપણે જોઇએ છીએ કે માતૃભાષામાં ભણતાં બાળકોની પરિણામની ટકાવારી પ્રમાણમાં બીજી ભાષામાં ભણતાં બાળકો કરતાં વધારે આવતી હોય છે.
વરસો પહેલાં એક સાહિત્ય સમારંભમાં જાણીતા કવિ શ્રી. ઉમાશંકર જોષીએ પોતાનો પરિચય આપતા કહ્યું હતું – હું ગુજરાતી ભાષામાં લખતો એક ભારતીય લેખક છું. દરેક માણસને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઇએ; જે કોઇ પણ પોતાની માતૃભાષાને હડધૂત કરે છે તે જાણે પોતાની માતાને હડધૂત કરતા હોય એવું મને લાગે છે!
સીધી વાત છે આપણે વિચારો….રોજીંદા જીવનમાં વાતો….બધું જ માતૃભાષામાં કરીએ છીએ એટલે ભણવાનું પણ સહજ રીતે એમાં વધારે સારું ફાવે. દુનિયાના ઘણાખરા દેશોમાં માતૃભાષામાં ભણવાનું ચલણ છે જ. એના કારણમાં મુળ એ જ કે એ દરેક માટે સહજ હોય.