India Languages, asked by PragyaTbia, 11 months ago

Write an essay on navratri in gujarati

Answers

Answered by chirformatics
9

નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે.  

ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે.

નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.  

Answered by TbiaSupreme
6

નવરાત્રિ એ નવ રાત્રિઓનો તહેવાર છે. તે આસો માસના પહેલા દિવસે શરુ થાય છે અને નવમા દિવસે પૂર્ણ થાય છે.

એવું કહેવાય છે કે માતા અંબા નવ દિવસ સુધિ મહિસાસુર નામના રાક્ષસ સાથે લડ્યા હતા અને તે દશમા દિવસે મરાયો હતો. તેથી દશમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે. નવરાત્રિમાં નવ રાત્રિઓ સુધી લોકો માતાના ગરબા અને રાસ રમે છે. જ્યાં ગરબા રાસ રમાય, ત્યાં રંગીન લાઇટોથી માતાનો ચોક શણગારવામાં આવે છે. માતાના ચોકમાં માટીનો ગરબો મુકવામાં આવે છે. તેની ગોળ ફરતે સૌ ગરબા રાસ રમે છે. મોટા શહેરોમાં પ્રખ્યાત ગાયકો અને સંગીતકારોને તેમની મંડળી સાથે બોલાવવામાં આવે છે. લોકો આખી રાત સુધી ગરબા રાસ રમે છે.

આ નવ રાત્રિનો લાંબો તહેવાર બધી જ જાતિ ધર્મના લોકો હળીમળીને ઉજવે છે. એમાં કોઇ શક નથી કે નવરાત્રિ એ ખુબ જ લોક્પ્રિય તહેવાર છે.


Similar questions