Write an essay on ozone layer in gujarati
Answers
ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી અગત્યની પ્રક્રિયા છે.[૧]ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે.[૨] સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની છે.
ઓઝોન ઊર્ધ્વમંડળના નીચલા સ્તરમાં આવેલો એક ગેસ છે. તે એક પ્રકારનો ઓક્સિજન (O3) છે. તે વાતાવરણમાં એક પાતળું સ્તર બનાવે છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ સામે પૃથ્વી પર આવરણ તરીકે કાર્ય કરે છે અને સૂર્યના કિરણોત્સર્ગથી જીવસૃષ્ટિને બચાવે છે.
વાતાવરણમાં કેટલાક પ્રદૂષકો જેમ કે ક્લોરોફ્લોરો-કાર્બન ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. આ સીએફસી અને તેના જેવા અન્ય ગેસ જ્યારે ઊર્ધ્વમંડળમાં પહોંચે છે ત્યારે તે અલ્ટ્રા-વાયોલેટ કિરણોત્સર્ગ દ્વારા તૂટી જાય છે અને પરિણામે તેઓ ક્લોરિન અથવા બ્રૉમાઇનના પરમાણુ મુક્ત કરે છે. આ અણુઓ ઓઝોન સાથે ખૂબ પ્રતિક્રિયાશીલ છે, જે ઓઝોન સ્તરમાં ગાબડાં પાડે છે. ઓઝોન સ્તરમાં ગાબડાં પડવાને કારણે સૂર્યનાં અલ્ટ્રા-વાયોલેટ કિરણો સીધાં પૃથ્વી પર પહોંચે છે અને પૃથ્વી પરનાં જીવંત પ્રાણીઓને નુકસાનકારક અસર કરે છે. તે છોડમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને અસર કરે છે. તાપમાનમાં વધારો, વિવિધ ચામડીના રોગો, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરે નુકશાનકારક પરિણામો સર્જે છે.
આમ, આપણે સૌએ જાગૃત બની ઓઝોન સ્તરને બચાવવાના પૂરતા પ્રયત્નો કરવા જોઇએ.