India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on rainy season in gujarati

Answers

Answered by chirformatics
4

કવિઓએ અને કુદરત પ્રેમીઓએ જેને ઋતુઓની મહારાણી કહી છે, તે વર્ષાઋતુ. સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે.

આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. એટલા માટે ખેડૂતો હંમેશાં વરસાદ ની રાહ જોતાં હોય છે. અને વર્ષા ઋતુ ના આગમન ની સાથેજ બધા વરસાદ ને વધાવી લ્યે છે.

ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણાં થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પૂરાઈ જાય છે. નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળા, ઝરણાં અને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. ઉનાળાની નિષ્પ્રાણ અને સૂકી ધરતી વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે અને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની વનસ્પતિ અને વૃક્ષો વર્ષાના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે. ધરતીએ જાણે લીલી ચૂંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણે નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે.

આ રીતે વર્ષા ઋતુ નું ભારત માં એક આગવું જ મહત્વ છે.

Similar questions