Write an essay on father in gujarati
Answers
પિતા કુટુંબના વડા તરીકે બાળક માટે આદર્શ હોય છે. જે બાળકોને દુન્યવી સફળતા અને બોધ શીખડાવે છે. જો માતા બાળકોને સંસ્કારનો પાઠ ભણાવે છે ત્યારે પિતા આત્મનિર્ભર બનતા બાળકોને શીખડાવે છે. પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જાણી નથી શકતા. પિતાના અનુશાસન પાછળ એક એવો પ્યાર અને લાગણી હોય છે જે બાળકો માટે બહું જરૂરી છે.
એક સમય હતો જ્યારે પિતા બાળકો પર હુકુમ ચલાવતા હતા. પરંતુ આજે પિતાની આ ભૂમિકા નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. આજે પિતા તેમના બાળકો સાથે શાળા પર જાય છે, તેમને હોમવર્ક કરવામાં મદદ કરે છે, તેમની સાથે રમે છે. સંયુક્ત કુટુંબ પ્રથા ઓસરતા પિતાની જવાબદારી અને ભૂમિકાને વિસ્તાર મળ્યો છે.
મારા પિતાનું નામ જયેશભાઇ છે. તે ઊંચા કદના, મજબૂત બાંધાના અને તંદુરસ્ત છે. તેમની ઉંમર ચાળીસ વર્ષની છે. હજી પણ તેઓ આખા દિવસના કામ પછી થાકવાની ફરિયાદ નથી કરતા. તે કોઇ પણ સમયે કોઇ પણ કામ કરવા માટે હંમેશાં તૈયાર હોય છે. તેમને પેંટ અને શર્ટ પહેરવું ગમે છે, પણ ધોતી પહેરવી ગમતી નથી. તેથી હું ગર્વથી કહી શકું કે મારા પિતા આધુનિક યુગમાં જીવે છે.
તે બધા પ્રત્યે દયાનો ભાવ ધરાવે છે. તેમને બાળકો બહુ જ ગમે છે. સાંજે જ્યારે હું અને મારા મિત્રો રમીએ છીએ ત્યારે તે અમારી સાથે રમવા લાગે છે. જ્યારે રમતાં રમતાં અમે ઝઘડીએ છીએ, ત્યારે તે અમને સાચો રસ્તો બતાવે છે. બાળકો સાથે તે બાળક જેવા બની જાય છે. તેથી બાળકોને મારા પિતા બહુ ગમે છે અને તેઓને મારા પિતા સાથે રમવું પણ ગમે છે. પરંતું હું જ્યારે તોફાનમસ્તી કરું ત્યારે તે સખત બની જાય છે.
તે એક વેપારી છે. તે સામાન્ય વપરાશની વસ્તુઓનો વહેપાર કરે છે. તે બધા જ ગ્રાહકો સાથે શાંતિથી અને નમ્રતાથી વાત કરે છે. તે ભગવાનમાં બહુ શ્રધ્ધા ધરાવે છે. મને મારા પિતા માટે બહુ ગર્વ છે.