Write an essay on janmashtami in gujarati language
Answers
શ્રીકૃષ્ણ ભગવાન એે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જન્મદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
જન્માષ્ટમી હિંદુઓ દ્વારા વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણને સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી-જુદી વાનગીઓ નો ભોગ કે ૫૬ ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી હોય છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે શ્રાવણ માસ ની આઠમના રોજ જન્માષ્ટમી નો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર ભારત ના લગભગ બધાજ રાજ્યોમાં ખુબજ હર્ષોઉલ્લાશ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી ના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં માતા દેવકીની કુખેથી થયો હતો.
મુખ્યત્વે ભગવાન કૃષ્ણ ના મુખ્ય ધામ દ્વારકા અને મથુરાના મંદિરોમાં ખુબજ શણગાર સાથે આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.