India Languages, asked by Lakshay5521, 1 year ago

Write an essay on water is life in gujarati

Answers

Answered by chirformatics
4

ધરતી પરથી જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે એ ગંભીર સમસ્યાથી દુનિયાનાં તમામ દેશો વાકેફ છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા 30-40 વર્ષો પછી એક એવો સમય પણ આવશે કે જ્યારે આપણી પેઢી માટે ધરતીના 150 ફૂટ ઊંડે પણ પીવાનું પાણી નહીં મળે.

એટલે સાચું જ કહેવાયું છે કે જળ છે તો જીવન છે. આવતીકાલ જીવવી હોય તો આજે પાણીને બચાવવું આવશ્યક છે.  

આ કામ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક દેશ કે કોઈ એક સમાજે નહીં, પરંતુ તમામ પૃથ્વીવાસીઓએ સાથે મળીને કરવાનું છે.

Answered by TbiaSupreme
4

જ્યાં પાણી હોય છે ત્યાં જીવન હોય છે. પાણી વગર જીવન શક્ય નથી. આપણો ગ્રહ એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવન શક્ય છે, કારણ કે અહી પાણી અને જીવન શક્ય બનાવે તેવી અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે. અન્ય બીજા ગ્રહ જેવા કે મંગળ, બુધ અથવા શુક્ર ઉપર જીવન શક્ય નથી. જીવન માટે પાણી આવશ્યક છે અને તે પર્યાવરણને સ્વચ્છ બનાવે છે.

ભારે વરસાદમાં ઘણા લોકો ડૂબી જાય છે, પરંતુ જીવનમાં પાણીનું વિશેષ મહત્વ છે. પાણી એ જીવનનું પ્રવાહી છે, જેના સ્પર્શથી ગમે તેટલો બીમાર વ્યક્તિ હોય તો પણ તે ઊભો થઈ જાય છે અને નવી જીંદગી મેળવે છે. પાણી વિના જીવનની કોઈ પણ જાતની કલ્પના કરી શકાતી નથી. કુદરત દ્વારા અપાયેલી આ એક ભેટ છે જેનો આપણે સન્માન અને સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણને પીવા માટે, કપડાં ધોવા માટે, ન્હાવા માટે અને બરફ મેળવવા માટે પાણીની જરૂર પડે છે. પાણીનો ઉપયોગ આગને ઓલવવા માટે થાય છે. આમ, પાણી વિના જીવનની કલ્પના કરવી શક્ય જ નથી.

Similar questions