ચાણક્ય નતિ વિષય નું લેખન ૨૦૦ શબ્દો માં......
Answers
ANSWER
મુદ્રાક્ષાસ નામના સંસ્કૃત નાટક ઉપરથી રાક્ષસ વાર્તામાં ઘણુ જાણવા જેવુ છે આ વાર્તા આશરે ૧પ૦૦ વર્ષ જુની છે. જે ર૩૦૦ વર્ષ પહેલા ભારતમાં થયેલી ઘટનાઓ ઉપર આધારિત છે. દંતકથા એવી છે કે જ્યારે એલેક્ઝાન્ડર પર્સિયાથી ઉપ- મહાસાગરને જીતવાના ઈરાદાથી ભારત પર હુમલો કર્યો ત્યારે ચાણક્ય નામનો એક બ્રાહ્મણ ગ્રીક યુદ્ધખોરો સામે ભારતને બચાવવા મગધના રાજા નંદા પાસે પહોંચ્યા હતાં. નંદાએ તેમનું અપમાન કર્યું અને તેનાથી ક્રોધિત થઇ ચાણક્ય એ નંદને તેના સિંહાસનથી ખદેડી મૂકવા અને મગધની ગાડી ઉપર નવો રાજા બેસાડશે તેવી ચેતવણી આપી હતી. આ સાથે જ તેણે ભારત ઉ મહાદ્ધીપને બચાવવાની સાથે નંદાને પણ તેના રાજ સિહાસન ઉપરથી હટાવવાનું કાર્ય કરશે. તે પછી ચંદ્રગુપ્ત મોર્યના સ્વરૃપમાં એક યોગ્ય રાજા શોધી કાઢ્યો. તે પછી ચાણક્યનું રાજનીતિ શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ થયુ હતું. આ રમત મુદ્રાક્ષ જણાવે છે કે ચંદ્રગૃપ્ત નંદને બીજા રાજા જેનું નામ મુલ્યકેતુ હતુ તેનાથી હરાવવામાં સફળતા મેળવી હતી. મુલ્યકેતુ વિશ્વસનિય સાથી નહતો તે નંદના વડાપ્રધાન તરીકે રાક્ષસ નામના માણસની ભરતી કરે છે અને ચંદ્રગૃપ્ત મોર્યની સાથે મળીને તેને ઉથલાવી દે છે. ચાણકય રાક્ષસના ગુણોને ઓળખે છે અને તેને લાગે છે કે આ માણસ મગધના નવો રાજા હોવો જોઈએ. મુલ્યકેતુને મારી નાખવા માટે બધુ કરે છે મગધના રાજા તરીકે રાક્ષસને મજબૂર કરવા તે વિવિધ ટ્રિકોનો ઉપયોગ કરે છે. તે પછી તે ખબર પડી જાય છે કે લાંચ અથવા બળ આ વિષયમાં કામ કરશે નહિં. રાક્ષસને સંમત કરવા માટે મેન્યુપ્લેશન અને ટ્રિકનો ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો જાણે છે કે ચંદ્રગૃપ્ત મૌર્ય નામનો રાજા હતો તે પછી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ હતી અને એલેક્ઝાન્ડરે ભારત ઉપર આક્રમણ કર્યો હતો પરંતુ ચાણક્ય અને રાક્ષસના અસ્તિત્વ વિષય લોકો બહુ જ ઓછુ જાણે છે. રાક્ષસની બુદ્ધિ, નીતિકુશળતા, પ્રાસંગિક યોગ્યતા અને કુટનીતિકથી ચાણક્ય પણ પ્રભાવિત હતાં. રાક્ષસએ મગધનો દુશ્મન હતો પણ ચાણક્યે તેને દુશ્મન સમજ્યો નહિં. ચાણક્યએ રાક્ષસને રાષ્ટ્ર માટે સંભવિત સાથી, સહયોગી, દેશ અને અર્થતંત્રને પુન ઃ નિર્માણમાં શક્ય ભાગીદાર તરીકે ઓળખયો હતો. આમ ચાણક્ય બુદ્ધિશાળી અને વિદ્ધવાન માનવામાં આવે છે. તેણે દુશ્મનનો પણ પોતાના અને રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કર્યો હતો. આજની દુનિયામાં આપણે ચાણક્યની ચતુરાઈ વિષય વાત કરી છીએ પરંતુ તેના રાજકરણ, દાવ-પેચ અને વ્યુહરચનાકાર તરીકે વાત કરતા નથી જેનાથી તેઓ દુશ્મનોને ઉથલાવી દેતા હતા છે. આપણે દુશ્મનનો કેવી રીતે રાષ્ટ્ર હિત માટે ઉપયોગ કરવો તે વિષયે કયારે વિચારતા નથી. આપણે જ્યારે આધુનિક કોર્પોરેટ વિશ્વ ઉપર નજર કરીએ તો સીઈઓ અને તેમની સાથે કામ કરતા વફાદાર લોકોને પસંદ કરવામાં આવે છે. કોર્પોરેટ વર્લ્ડમાં ખતરનાક દુશ્મનાવટ જોવા મળે છે જેમાં એક કેમ્પ જીતી જાય છે ત્યારે અન્ય કેમ્પને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે છે અથવા સંસ્થામાંથી ધીમેધીમે દુર કરવામાં આવે છે. જ્યારે ચાણક્યએ દુશ્મને હરાવવા કરતા તેનાથી વધુ મુલ્યવાન કાર્ય કર્યુ છે, જેમાં તેમણે તેમના દુશ્મનની પ્રતિભા સ્વિકારી અને તેનો પોતાના રાજ્ય અને રાષ્ટ્રના ઉધ્ધાર માટે ઉપયોગ કર્યો હતો એટલે જ આપણે મૌર્ય યુગને યાદ કરીએ છીએ. એવી જ રીતે એક સારી સંસ્થા બનાવવા માટે દુશ્મનાવટ ભુલાવીને દરેકની અવડતનો ઉપયોગ કરવો જોઈએ જેથી સંસ્થાનો ઉધ્ધાર થશે તે પછી રાષ્ટ્રનો ઉધ્ધાર થશે.