(ક) તમારી શાળામાં યોજાયેલ ‘ધોરણ-10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ' તે પ્રસંગને વર્ણવતો અહેવાલ લખો.
04
Answers
Answer:
અમદાવાદ
તા.૧૮-૩-૨૦૨૧
અમારી આર.કે હાઈસ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ માટે તારીખ 13 3 202૧ ના રોજ શાળાના પ્રાર્થના ખંડ માં બધા જ ભાઈઓ બહેનો હરોળામાં ગોઠવાઈ ગયા હતા. પ્રાર્થમા ખંડ નું શુભ શોભન સુંદર લાગી રહ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રી ચંદ્રકાંતભાઈ રાવલ આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રાર્થના પૂર્ણ થતા જ શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ પટેલ ઉદ્દબોધન સ્વાગત કર્યુ અને મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો. વિદ્યાથિનીઓ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
ધોરણ 10 ના શિક્ષકોએ પરીક્ષાની શુભકામના ઓ પાઠવી. સમાજ ઉપયોગી થવા માર્ગદર્શન આપ્યું. મુખ્ય મહેમાન શ્રી ચંદ્રકાંતભાઈ એ સાચા માનવ બનવા સાથે, નૈતિકતા જીવન જીવવાનો બોધ અમને આપ્યો. શાળાના આચાર્ય શ્રી માન જીગ્નેશભાઈ પટેલ અમને આશીર્વાદ આપ્યા. બીજી શિક્ષકોઓએ માથે ચાંદલો કરી ચોખા લગાવી આશીર્વાદ આપ્યા અને અમારા વર્ગ શિક્ષકશ્રી ભારત ભાઈ એ આભારવિધિ કરી.
કાર્યક્રમના અંતે આઇસક્રીમ આપવામાં આવ્યો. આઇસક્રીમ ખાઈને ભારે હધ્યે શાળામાંથી વિદાય લીધી હતી.
એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
આણંદ, તા. 11 – 2 – 2020
તા. 10 – 2 – 2020ના રોજ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થનાખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતાં સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાયસમારંભ શરૂ થયો. અમારા વર્ગશિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું.
વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્યશ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીનો ટૂંકો પરિચય આપ્યો.
અમારા વર્ગના ચાર વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળાજીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમાયાચના કરી. અમારા શિક્ષકોએ અમને એસ.
એસ.સી.ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીકાળને માનવજીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો. તેમણે અમને જીવનઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી.
તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું.
કાર્યક્રમના અંતે સૌને આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. અમે આઇસક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી.