India Languages, asked by princegamer753, 5 hours ago

તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તકબૅન્કના ઉદ્ઘાટનપ્રસંગનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.​

Answers

Answered by bdhyanam18
6

પુસ્તકબૅન્ક

ભાવનગર,

તા. 28 – 12 – 2019

ગયા વર્ષે અમારી શાળા શ્રવણ વિદ્યાધામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તકબૅન્ક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો અને તે માટે પૂરતો સહકાર આપવાની ઇચ્છા દર્શાવેલી.

પ્રિન્સિપાલની સંમતિ મળતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 3થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયનાં પાઠ્યપુસ્તકો પુષ્કળ સંખ્યામાં એકઠાં કર્યા. ભાવનગર ગામની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ દાનવીરોના નાણાકીય સહકારથી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર, કયૂટર તથા અન્ય સામગ્રીઓ મેળવી.

પ્રિન્સિપાલે શાળાના પુસ્તકાલયની બાજુમાં જ ક અલગ વિશાળ ખંડ પુસ્તકબૅન્ક માટે ફાળવ્યો. શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થી સ્વયંસેવકોએ મળીને જુદાં જુદાં કબાટોમાં પુસ્તકોને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં. એક બાજુ કમ્યુટર મૂક્યું હતું. એમાં પુસ્તકોને લગતી સંપૂર્ણ માહિતી feed કરી દીધી હતી.

આજુબાજુ કેટલાંક ટેબલ – ખુરશી ગોઠવ્યાં હતાં. આ વિશાળ ખંડને રંગબેરંગી ફૂલોનાં તોરણથી સજાવ્યો હતો. તા. 27 – 12 – 2019ના દિવસે ઉદ્ઘાટનના કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદનાથી થયો. ત્યારપછી પુસ્તકબૅન્કનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગામની સેવાભાવી સંસ્થાના અગ્રગણ્ય મહાનુભાવો, પ્રતિષ્ઠિત સજ્જનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેટલાક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું.

છેવટે પ્રિન્સિપાલે આ પુસ્તકબૅન્ક જેવા ઉમદા કાર્યમાં સહકાર આપનાર અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થનાર જિલ્લા શિક્ષણ અધિકારી, ગામની સેવાભાવી સંસ્થા, દાતાઓ, અન્ય મહેમાનો તથા વિશેષ તો જેમને આવો સુંદર વિચાર આવ્યો અને જેમની જહેમતથી આ કાર્ય પાર પડ્યું એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેનો આભાર માન્યો. કાર્યક્રમના અંતે સૌ ભોજન કરી છૂટા પડ્યા.

Similar questions