પરિશ્રમ અેજ પારસમણિ
Essay in Gujarati
No Spam
Answers
“પરિશ્રમ, પુરુષાર્થ, શ્રમ કે મહેનત જેનું માનવ જીવનમાં ખૂબ મહત્ત્વ છે. પારસમણિ જો લોઢાને સ્પર્શે તો એ સોનું બની જાય છે. લોખંડ તો ક્યારેક કટાઈ પણ જાય, પરંતુ સોનાને કદી કાટ લાગતો નથી આપણું જીવન પણ સોના જેવું ક્યારે બને? જો પરિશ્રમ રૂપી પારસમણિ આપણને સ્પર્શે, અને જીવનમાં પ્રગતિ કરવી હોય તો મહેનત કર્યા વગર છૂટકો નથી. મોટા-મોટા કલાકારો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ કે સાહિત્યકારો જે બધા પોતાના પરિશ્રમથી જ જીવનમાં આગળ વધ્યા છે. ‘સિદ્ધિ તેને જઈ વળે, જે પરસેવે નહાય’ એવું પણ બને કે ઘણાં પ્રયત્નો છતાં જીવનમાં ક્યારેક નિષ્ફળતા પણ મળે, પરંતુ પુરુષાર્થ કદી છોડવો જોઈએ નહીં. આળસુ માણસ તેના જીવનમાં કદી આગળ વધી ન શકે. માટે કોઈપણ કાર્યમાં આળસ કદી રાખશો નહીં. જીવનમાં સફળતા ઈચ્છતા હોય તો પરિશ્રમ વગર એ શક્ય નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે જેટલા ઘસાઈએ એટલા ઉજળા થઈએ. મહેનતુ માણસ મનથી પણ હંમેશાં ખુશ રહે છે અને શ્રમ કરનારનું શરીર પણ સદા માટે નિરોગી રહે છે.”
બાળદોસ્તો, પરિશ્રમથી તમારું ભાગ્ય પણ બદલાઈ જાય છે. આપણે પરિશ્રમ ના કરીએ અને બધં જ ભાગ્ય પર છોડી દઈએ તો એ કામમાં સફળ પણ થવાતું નથી. એટલે નસીબ કરતાં પુરુષાર્થ ઉપર વધુ વિશ્વાસ રાખવો જોઈએ. પુરુષાર્થ કદી એળે જતો નથી. આમ ‘પરિશ્રમ એ જ પારસમણિ છે.’
બાળદોસ્તો, ખુશ્બૂની જેમ તમે પણ પરિશ્રમનું મહત્ત્વ સમજો અને તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધો. ભાગ્ય તમારી પાછળ દોડતું આવશે.