मारो प्रिय खेल इन गुजराती
Answers
મારી પ્રિય રમત ક્રિકેટ પર નિબંધ My Favourite Sport Cricket Essay in Gujarati: બાળકોને જન્મજાત રમતગમતનો શોખ હોય છે અને રમવું એ બાળકોનો જન્મસિદ્ધ અધિકાર પણ છે. રમતગમત એ મનોરંજનનું સસ્તુ અને શ્રેષ્ઠ માધ્યમ છે. ખોખો, કબડ્ડી, લંગડી, ક્રિકેટ, વૉલીબૉલ, ફૂટબોલ, બૅડમિન્ટન, બાસ્કેટબૉલ, હૅન્ડબૉલ, હૉકી વગેરે મેદાનમાં રમી શકાય તેવી (outdoor) ૨મતો છે, જ્યારે કૅરમ, ચેસ, પત્તાં, સાપસીડી, લુડો વગેરે ઘરમાં રમી શકાય તેવી (indoor) રમતો છે. આ બધી રમતોમાં ક્રિકેટ મારી પ્રિય રમત છે.
આપણા દેશમાં ક્રિકેટની રમત એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે બાળકો ક્રિકેટ સિવાયની રમતોને ભૂલી ગયાં છે. ક્રિકેટ રમતોનો રાજા’ ગણાય છે. કોઈ પણ બે દેશો વચ્ચે મૅચ રમાતી હોય ત્યારે કેટલાય ક્રિકેટપ્રેમીઓ શાળા-કૉલેજ કે ઑફિસમાં રજા રાખીને અને મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમમાં ઍચ. જોવા જાય છે. ધેરધર ટેલિવિઝન પર મૅચ જોવાય છે. ઑફિસોમાં પણ કર્મચારીઓ કામ પડતું મૂકીને મૅચ જોવા લાગે છે. ચારે બાજુ બેંચની જ વાતો થાય છે. ક્રિકેટના દડામાં કોણ જાણે કેવો જાદુ છે કે કરોડો લોકો તેની પાછળ ઘેલા બની જાય છે.
મારા પિતાજી એક શાળામાં વ્યાયામ શિક્ષક છે. તેઓ ક્રિકેટના શોખીન છે અને નિયમિત ક્રિકેટ રમે છે. હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ક્રિકેટ રમતા. પછી ‘મારા બાળમિત્રો સાથે સોસાયટીમાં ક્રિકેટ રમતો.. હું દસ વર્ષનો થયો ત્યારે ક્રિકેટના કોચિંગ ક્લાસમાં જવા લાગ્યો. ત્યાં મને બૉલિંગ અને બૅટિંગની સઘન તાલીમ મળી. બે વર્ષમાં મેં ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે. આજે હું સારો બૅટ્સમૅન ગણાઉં છું.
હું દરરોજ સવારે મિત્રો સાથે ક્રિકેટ રમું છું. દર રવિવારે અમે મંચનું આયોજન કરીએ છીએ. હું મારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. અમે ઘણી શાળાઓ સામે મૅચ રમ્યા છીએ અને જીત્યા પણ છીએ, મને અનેક વાર શ્રેષ્ઠ બેટ્સમૅન તરીકેના ચંદ્રકો મળ્યા છે. મારી બૅટિંગ વખતે હું ચોગ્ગા અને છગ્ગા ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દઉં છું. આથી હવે હું ‘છોટા સચીન’ તરીકે ઓળખાવા લાગ્યો છું.
હું સતત ઉત્તમ બૅટ્સમૅન થવાનો પ્રયત્ન કરું છું. હું ટીવી પર દર્શાવાતી એક પણ મેચ જોવાનું ચૂકતો નથી. સમાચારપત્રોમાં આવતા ક્રિકેટ અંગેના લેખો અને ફોટાઓનો હું સંગ્રહ કરું છું .
ક્રિકેટ રમવાના અનેક ફાયદા છે. ક્રિકેટની રમત રમનાર અને જોનાર બંનેને આનંદ આપે છે. ક્રિકેટ રમવાથી આપણામાં શિસ્ત, સહકાર, સહનશીલતા, એકાગ્રતા, નીડરતા
જેવા ગુણો વિકસે છે. આપણામાં ખેલદિલીની ભાવના જાગે છે. સાચો ક્રિકેટર હારથી કદી હતાશ થતો નથી. ક્રિકેટની ટીમમાં પસંદગી થતાં દેશવિદેશનો પ્રવાસ ખેડવા મળે છે. અને નામની સાથે અઢળક દામ પણ મળે છે.
મને વિશ્વાસ છે કે મારો ક્રિકેટ માટેનો લગાવ અને મારી મહેનત મને એક દિવસ જરૂર સફળતાના શિખરે પહોંચાડશે.