India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on discipline in gujarati

Answers

Answered by TbiaSupreme
17

આજના સમાજમાં શિક્ષણનો વિસ્તાર થયો છે, પણ શિસ્તનું પ્રમાણ ઘટતું જાય છે. આ ફરિયાદનું મૂળ અધૂરી કેળવણી છે. આજે ભણેલી વ્યક્તિમાં ઉદ્ધતાઇ અને અભિમાન જેવાં તત્વો વધુ જણાય છે. આજનો યુવાન ભણી ગણીને દલીલો કરવમાં કે સામે જવાબ આપીને તડફડ કરી નાખવામાં જ પોતાની બુદ્ધિનો વિકાસ થયો હોય એવું માને છે. પરિણામે તેના વાણીવર્તનમાં અશિસ્ત દેખાય છે.

શિસ્ત એટલે સ્વ-શાસન. પોતાના જીવનને પોતાની જાતે સમજી વિચારીને નિયંત્રિત કરવું એનું નામ સાચી શિસ્ત છે. બીજી વ્યક્તિ આદેશ, માર્ગદર્શન કે આજ્ઞા કરે એને વશ થવાથી બાહ્ય દ્રષ્ટિએ શિસ્ત વિકસતી જણાય છે. પરંતુ આંતરિક દ્રષ્ટિએ વિદ્યાર્થીનું મન અજંપો અને ઉશ્કેરાટની લાગણી અનુભવે છે. એને બદલે વિદ્યાર્થી પોતે સમજે, વિચારે અને સ્વીકારે તેવા વર્તનથી તેનામાં સ્વ-શાસનનો ગુણ કેળવાય છે. શાળામાં નિયમિત હાજરી, અભ્યાસ પ્રત્યે જાગૃતિ, સમયસર થતું ગૃહકાર્ય, વડીલો-ગુરુજનો પ્રત્યે આદરભાવ અને વાણી-વ્યવહારમાં નમ્રતા-સભ્યતા જેવા ગુણો કેળવાયા હોય તો વિદ્યાર્થીમાં શિસ્ત છે એમ કહી શકાય. આવો સંયમ અન્યના આદેશથી કેળવાય એને બદલે પોતાની સૂઝથી કેળવવો વધુ યોગ્ય છે.


Similar questions