India Languages, asked by Dvnsh2859, 1 year ago

Write an essay on elephant in gujarati

Answers

Answered by modi7260
16
હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે. તેને માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ; ગયંદ; કુંજર; ઇભ; સિંધુર; દ્વિરદ; વ્યાલ; કુંભી; દ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શરીરફેરફાર કરો

હાથીનું મૂળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે. બધાં જાનવરોમાં હાથી આકારમાં મોટું છે. તેનું શરીર ગોળાકાર અને જાડું છે; છતાં તે બહુ ચપળ હોય છે. હાથી સ્વભાવે શાંત છે, તેની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે. તેની બોચી ટૂંકી, કાન સૂપડા સરખા, ડોળા ઘણા જનાના, દંતશૂળ મોટા, પગ મોટા થાંભલા જેવા, ચામડી ઘણી જાડી, પૂંછડી ટૂંકી અને બારીક તથા છેડે વાળના જથ્થા વાળી હોય છે. તેની ખોપરી બીજા પ્રાણીઓના પ્રમાણમાં ભારે હોત તો તે ઉપાડવી હાથીને પણ ભારે થઈ પડત; પરંતુ હાથીની ખોપરીનું હાડકું અદ્ભૂત રીતે હલકું છે, કેમકે તે હાડકું હવાના ગૃહોથી ભરપૂર છે. આ હવાના ગૃહથી ખોપીર હલકી રહે છે અને તેથી સૂંઢના સ્નાયુઓ વગેરે ભારે અવયવો તેને ઉપાડવા સરળ થઈ પડે છે. કલેસ રહિત અને ગર્વિષ્ઠ હાથણીમાં જુવાન હાથીથી, ગર્ભમાં કંઈ કલેશ ન થયો હોય તે મજબૂત હાથી ઉત્પન્ન થાય છે. આવો હાથી જિંદગી પર્યંત મદોક્તટ રહે છે. અને તેમાં એકે દોષ ઉત્પન્ન થતા નથી. માતા ક્ષીણ હોય અને હાથી પણ મદરહિત હોય તો તેનાથી ઉત્પન્ન થનેલો હાથી જિંદલગીમાં કદી મદને પ્રાપ્ત કરતો નથી. અને તે પ્રવૃત્તિમાં દુર્બળ રહે છે. હાથીની ગર્ભાવસ્થાની મુદત ૬૧૫ દિવસની ગણાય છે. હાથીનું આયુષ્ય સાધારણ રીતે ૧૦૧ વર્ષ ગણાય છે. હાથીના શરીરમાં (૧) સૂંઠમાં, (૨) વદનમાં, (૩) વિષાણમાં, (૪) મસ્તકમાં, (૫) નેત્રમાં, (૬) કાનમાં, (૭) કંઠમાં, (૮) ગાત્રમાં, (૯) ઉરસ્થળમાં (૧૦) રોષાંગમાં, (૧૧) કાંતિમાં અને (૧૨) સત્ત્વમાં, ક્ષેત્ર હોય છે. ભદ્ર હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષનું ગણાય છે. ઉપર કહેલાં બારે ક્ષેત્રો હોય તો તે હાથી પૂરું આયુષ્ય ભોગવે છે. પણ એમાંથી એકેય ક્ષેત્ર ઓછું હોય તો દશ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. બે ક્ષેત્ર ઓછાં હોય તો ૨૦ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. આ ઉપરથી હાથીના આયુષ્યનો આધાર તેમાં રહેલાં નક્ષત્ર ઉપર છે.

ગુણફેરફાર કરો

હાથીમાં ૧૧ ગુણ હોય છે. (૧) મધ જેવા દાંત, (૨) શ્યામ, (૩) મધના જેવી આંખો, (૪) પેટ પાંડુવર્ણ, (૫) મુખ કમળના જેવી કાંતિવાળું, (૬) વાળ ભમરા જેવા, (૭) ડોલર અને ચંદ્રમા જેવા નખ, (૮) લિંગ આંબાના પલ્લવ જેવું, (૯) શેષ અંગમાં જરા પીળો, (૧૦) સફેદ અને લાલ બિંદુથી વિચિત્રિત મુખ અને (૧૧) લાલાશ પડતા લમણાં. આવાં લક્ષણવાળો હાથીઓનો રાજા બને છે. એવા હાથીને મેળવીને રાજા સમુદ્રપર્યત ભૂમિનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર, સ્નિગ્ધ હોય એવો પાંચ લક્ષણોવાળો હાથી ગજ કહેવાય છે. તે સુખને આપનારો છે. લાબાઈ, જાડાઈ, ઊંચાઈ, બલ, પરાક્રમ, કાંતિ, વીર્ય એ સાત લક્ષણયુક્ત હાથી `હસ્તી` કહેવાય છે. તે તેના માલિકના પ્રતાપને વધારનારો છે. ઉત્સાહ, વેગર, સાહ, મદ, સત્ત્વ, ગુરુત્વ, દક્ષતા, સૂંઢ અને દાંતના કર્મમાં કુશળતા એઠલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. બુદ્ધિ, મઘા, કુંભસ્થળ, દાંત, આંખ, હૃદય, રુંવાડાં, કાંતિ, પગ, આસન ( ગુદા ), પીઠ અને મદ એ બાર અવયવોયુક્ત હાથી નાગ જાતિના કહેવાય છે. અર્થાત્ એ બાર લક્ષણવાળો હાથી નાગહસ્તી કહેવાય છે. રથૈર્ય, ધૈર્ય, પટુત્વ, વિનીતતા, સુકર્મત્વ, પ્રયોજનાનુકૂળ જ્ઞાન, સુભગતા, અમૂઢતા, અભયત્વ અને ધીરતા આ ભદ્ર હાથીના ગુણ છે.

પ્રકારફેરફાર કરો

હાથી આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે.

૧. ઐરાવત: જે હાથીનું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી ઐરાવત કુળના કહેવાય છે.

૨. પુંડરીક: જેનાં શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી પુંડરિક કુળના કહેવાય છે. 

૩. વામન : જેનાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા. 

૪. કુમુદ: જેનાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે.

૫. અંજન: જેનાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે.

૬. પુષ્પદંત: જે હાથી નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય તેને પુષ્પદંત કુળના સમજવા.

૭. સાર્વભૌમ: લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટમૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી સર્વભૌમ કુળના કહેવાય છે.

૮. સુપ્રતીક: જેની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણ:સર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે.

આ આઠમાં સર્વભૌમ અને સુપ્રતીક હાથીમાંથી મોતી ઉત્પન્ન થાય છે.

વર્ણફેરફાર કરો

બ્રાહ્મણ વગેરે ચાર વર્ણની પેઠે હાથીમાં પણ ચાર જાત છે: (૧) વિશાળ અંગવાળા, પવિત્ર અને થોડું ખાનારા બ્રાહ્મણ જાતિના છે. (૨) શૂરવીર, વિશાળ, બહુ ખાનારા અને ક્રોધયુક્ત તે ક્ષત્રિય જાતિના ગણાય છે. બાકીના અનુક્રમે વૈશ્ય અને શૂદ્ર જાતિના કહેવાય છે.


mark me as brainliest
Answered by TbiaSupreme
19

હાથી ધરતી પરનું સૌથી મોટું પ્રાણી છે. તે ખૂબ જ મજબૂત હોય છે. તેના પગ થાંભલા જેવા હોય છે. તેને ટૂંકી પૂંછડી હોય છે. હાથીને નાની આખો અને મોટા કાન હોય છે. તેને એક લાંબી સૂંઢ હોય છે. તેને લાંબા સફેદ દાંત પણ હોય છે.

હાથી બહુ ઊપયોગી પ્રાણી છે. તે ભારે બોજ વહન કરવા ઊપયોગી છે. તે જંગલમાં લાકડાંના ગઠ્ઠા ઊંચકવા પણ ઊપયોગી છે. હાથીદાંતનો ઊપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. હાથી વફાદાર અને હોશિયાર પ્રાણી છે. તેની યાદદાસ્ત તીવ્ર હોય છે. તેને સરકસમાં વિવિધ દાવ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. તેના રખેવાળને મહાવત કહેવાય છે. તેનો ઊપયોગ સવારી કરવા પણ થાય છે. આપણને જંગલી હાથી આસામ, મ્યાનમાર અને આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે.

Similar questions