Write an essay on zoo in gujarati
Answers
પ્રાણીસંગ્રહાલય એક એવું સ્થળ છે જ્યાં વિશ્વના વિવિધ પ્રદેશોનાં પ્રાણીઓ પાંજરામાં અથવા પહોળી ખાઇઓ ખોદીને ખુલ્લામાં રખાય છે. પ્રાણીસંગ્રહાલયમાં આપણને સિંહ, વાઘ, ચિત્તો, દિપડો, રીંછ, અજગર, વિવિધ પ્રકારના વાંદરા, વિવિધ પ્રકારના સાપ, જેગુઆર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
કુદરત અને તેની દરેક રચના માનવના હૃદયને આકર્ષે છે. રંગબેરંગી ફૂલો, ઝાડના છોડ, પશુ પક્ષીઓ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે હંમેશાં પ્રકૃતિ જોવા અને તેમના વિશે જાણવા આતુર રહીએ છીએ. દેશ વિદેશના જીવજંતુઓ, પ્રાણીઓ તથા પક્ષીઓને જે સ્થળે પ્રદર્શન માટે રાખવામાં આવે છે તેને પ્રાણીસંગ્રહાલય કહેવામાં આવે છે.
પ્રાણીસંગ્રહાલય માં દરેક પ્રાણી અને પક્ષીને રાખવાની જગ્યા તેના રસ, પ્રકૃતિ અને જરૂરિયાત અનુસાર બનેલી હોય છે. દરેક પ્રાણી પક્ષીને તેની પ્રકૃતિ અનુસાર સંતુલિત આહાર આપવામાં આવે છે. સમયાંતરે તેમના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. પ્રાણીસંગ્રહાલય નાના બાળકો માટે મનોરંજનનું સ્થળ છે.