કરુણાશંકર માસ્તરનું પાત્રાલેખન કરો
language- Gujarati
Answers
Answered by
2
Answer:
કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા ગામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા. શાળાના વિદ્યાર્થીઓ સારું ભણે તેની સાથે તેઓ સંસ્કારી બને તેનું તે વિશેષ ધ્યાન રાખતા. તેમનો શાળાએ જવાનો સમય નિશ્ચિત હતો, પરંતુ શાળાએથી આવવાનો સમય નિશ્ચિત ન હતો. તેમનાં રામાયણ મહાભારતનાં પાત્રો શાળામાં મહાલતાં હોય. તેમની શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે.
ગામમાં ભવાયા આવ્યા. લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો પ્રવાહ વહ્યો. કરુણાશંકર માસ્તરને તેનાથી બાળકોમાં કુસંસ્કાર પડે તે ચિંતા થવા લાગી. તેમણે ભવાયાના નાયકને પોતાનો માસિક પગાર – બાર રૂપિયા – આપીને બીજા દિવસનો ખેલ બંધ રખાવ્યો.આમ, કરુણાશંકર માસ્તર બાળકનું જીવનઘડતર કરનારા સાચા શિક્ષક હતા.
Similar questions